૧૨૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય જીવો છે તે બધાયને મારે છે તેથી સાધારણ અનંતકાયવાળી જેટલી વનસ્પતિ છે ૧તે બધીનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થઃ– વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારે છે. તેમાં ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો ત્યાગ તો સર્વથા જ કરવો જોઈએ અને યથાશક્તિ પ્રત્યેક વનસ્પતિનો પણ ત્યાગ કરવો જોઈએ. હવે અહીં પ્રત્યેક અને સાધારણના સર્વ ભેદ–પ્રભેદપૂર્વક સ્પષ્ટ કથન કરે છે.
પાંચ સ્થાવરોમાંથી પૃથ્વીકાય, જળકાય, વાયુકાય અને અગ્નિકાય એ ચારમાં તો નિગોદના જીવ રહેતા નથી, કેવળ એક વનસ્પતિમાં જ રહે છે. તેના પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદ છે. જે શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેક કહે છે અને જે શરીરના અનંત સ્વામી હોય તેને સાધારણ કહે છે. પ્રત્યેકના પણ બે ભેદ છે. સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તે શરીરના આશ્રયે અનંત જીવ રહેતા હોય તેને સપ્રતિષ્ઠિત કહે છે. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તેના આશ્રયે અનંત જીવ ન રહેતા હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે.
સાધારણ વનસ્પતિનું લક્ષણઃ–જેને તોડતાં સમાન ભંગ થાય, જેનાં પાંદડાંઓમાં જ્યાંસુધી તંતુરેખા અને નસની જાળ નીકળી ન હોય, જેનાં મૂળ, કંદ, કંદમૂળ, છાલ, પાંદડાં, નાની ડાળી, ફૂલ, ફળ અને બીજમાં–તેને તોડતી વખતે–સમાન ભંગ થઈ જાય ત્યાંસુધી તે બધી સાધારણ વનસ્પતિ છે અને જ્યારે તેમનામાં સમાન ભંગ ન થાય ત્યારે તે જ વનસ્પતિ પ્રત્યેક થઈ જાય છે. જોકે સાધારણ વનસ્પતિ અને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ–એ બન્નેમાં અનંતા જીવ છે તોપણ સાધારણ વનસ્પતિના શરીરમાં જેટલા જીવ છે તે બધા જ તે શરીરના સ્વામી છે અને તે વનસ્પતિને તોડતાં–કાપતાં તે બધા જીવોનો ઘાત થાય છે અને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં સ્વામી તો શરીરનો એક જ છે પણ તે શરીરના આશ્રયે અનંત જીવ છે તે બધા સ્વામી નથી અને તે શરીરના સ્વામીના મરવા–જીવવા સાથે તે બધા જીવોના _________________________________________________________________ ૧–તે બધીનો ત્યાગ એટલે તે સંબંધી રાગનો ત્યાગ તે પણ મિથ્યા અભિપ્રાયના ત્યાગરૂપ અને સ્વાશ્રયના ગ્રહણરૂપ સમ્યગ્દર્શન વિના ‘યથાર્થ રીતે વ્યવહાર ત્યાગ’ એવા નામને પામતો નથી. ધર્મી જીવે ત્રસ અને સ્થાવર જીવના ભેદ જાણવા જોઈએ બેઇન્દ્રિય આદિથી પંચેન્દ્રિય સુધીના જીવને ત્રસ તથા પૃથિવીકાયિક, જળકાયિક, વાયુકાયિક, અગ્નિકાયિક અને વનસ્પતિકાયિક જીવને સ્થાવર કહે છે.