૧૨૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ભાવાર્થઃ– આચારશાસ્ત્રમાં જે પદાર્થો અભક્ષ્ય અને નિષેધ્ય બતાવ્યા છે તે બધાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે ચામડામાં રાખેલ અથવા ચામડાનો સ્પર્શ થયો હોય તેવું પાણી, નળનું પાણી, ચામડામાં રાખેલ વા ચામડાનો સ્પર્શ થયો હોય તેવાં ઘી, તેલ; ચામડામાં રાખેલ હીંગ વગેરે પણ અશુદ્ધ છે. તેથી તે ખાવા નહિ. ૪૮ મિનિટથી વધારે વખત રહેલું કાચું દૂધ, એક દિવસ ઉપરાંતનું દહીં, બજારનો લોટ, અજાણ્યાં ફળ, રીંગણાં, સડેલું અનાજ, બહુબીજવાળી વસ્તુઓ ખાવી નહિ. મર્યાદા ઉપરાંતનો લોટ ખાવો ન જોઈએ.
બત્રીસ આંગળ લાંબા અને ચોવીસ આંગળ પહોળા બેવડા કરેલા સ્વચ્છ, જાડા કપડાથી પાણી ગાળીને પીવું. તે ગાળેલા કાચા પાણીની મર્યાદા ૪૮ મિનિટની છે. ગાળેલા પાણીમાં જો લવિંગ, એલચી, મરી વગેરેનો ભૂકો કરીને નાખવામાં આવે અને તેનું પ્રમાણ એટલું હોય કે તે પાણીનો રંગ અને સ્વાદ બદલાઈ જાય તો તે પાણીની મર્યાદા છ કલાકની છે અને પાણીને ઉછાળો આવે તેવું ઉકાળવામાં આવે તો તેની મર્યાદા ૨૪ કલાકની છે.૧ આ રીતે પાણીના ઉપયોગમાં આચરણ કરવું જોઈએ. પાણીનું ગાળણ જ્યાંથી પાણી આવ્યું હોય ત્યાં મોકલવું જોઈએ. આ રીતે શ્રાવકે પોતાના ભોગ–ઉપભોગની સામગ્રીમાં વિવેક રાખીને ત્યાગ અને ગ્રહણ કરવાં જોઈએ. ૧૬૩.
अविरुद्धा अपि भोगा निजशक्तिमपेक्ष्य धीमता त्याज्याः। अत्याज्येष्वपि सीमा कार्यैकदिवानिशोपभोग्यतया।। १६४।।
અન્વયાર્થઃ– [धीमता] બુદ્ધિમાન મનુષ્યે [निजशक्तिम्] પોતાની શક્તિ [अपेक्ष्य] જોઈને [अविरुद्धाः] અવિરુદ્ધ [भोगाः] ભોગ [अपि] પણ [त्याज्याः] છોડી દેવા યોગ્ય છે. અને જે [अत्याज्येषु] ઉચિત ભોગ–ઉપભોગોનો ત્યાગ ન થઈ શકે તો તેમાં [अपि] પણ [एकदिवानिशोपभोग्यतया] એક દિવસ–રાતની ઉપભોગ્યતાથી [सीमा] મર્યાદા [कार्या] કરવી જોઈએ.
ટીકાઃ– ‘धीमता निजशक्तिम् अपेक्ष्य अविरुद्धाः अपि भोगाः त्याज्याः तथा अत्याज्येषु अपि एक दिवानिशोपभोग्यतया सीमा कार्या।’ અર્થઃ–બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા છૂટી _________________________________________________________________ ૧. ઉકાળેલા પાણીની મર્યાદા પૂરી થયા પછી તે પાણી કોઈ કામમાં ન લેવું એવી આજ્ઞા છે.