Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 165-166.

< Previous Page   Next Page >


Page 125 of 186
PDF/HTML Page 137 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૨પ ન શકે તેમાં એક દિવસ, એક રાત, એક અઠવાડિયું, પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે ક્રમે છોડે. ૧૬૪.

હજી વિશેષ કહે છેઃ–

पुनरपि पूर्वकृतायां समीक्ष्य तात्कालिकीं निजां शक्तिम्। सीमन्यन्तरसीमा प्रतिदिवसं भवति कर्तव्या।। १६५।।

અન્વયાર્થઃ– [पूर्वकृतायां] પ્રથમ કરેલી [सीमनि] મર્યાદામાં [पुनः] ફરીથી [अपि] પણ [तात्कालिकी] તે સમયની અર્થાત્ વર્તમાન સમયની [निजां] પોતાની [शक्तिम्] શક્તિનો [समीक्ष्य] વિચાર કરીને [प्रतिदिवसं] દરરોજ [अन्तरसीमा] મર્યાદામાં પણ થોડી મર્યાદા [कर्तव्या भवति] કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘पुनरपि पूर्वकृतायां सीमनि तात्कालिकीं निजां शक्तिम् समीक्ष्य प्रतिदिवसं अन्तर सीमा कर्तव्या भवति।’–અર્થઃ–પહેલાં જે એક દિવસ, એક સપ્તાહ ઇત્યાદિ ક્રમે ત્યાગ કર્યો છે તેમાં પણ તે સમયની પોતાની શક્તિ જોઈને ઘડી, કલાક, પહોર વગેરેની થોડી થોડી મર્યાદા કરીને જેટલો ત્યાગ બની શકે તેટલો ત્યાગ કરવો. આ રીતે પોતાના ભોગ–ઉપભોગની સામગ્રીના પદાર્થોની સંખ્યા તથા જેટલા કાળની મર્યાદા ઓછી કરી શકે તેટલી અવશ્ય કરવી. એમાં જ આત્માનું કલ્યાણ છે. ૧૬પ.

વિશેષ બતાવે છેઃ–

इति यः परिमितभोगैः सन्तुष्टस्त्यजति बहुतरान् भोगान्। बहुतरहिंसाविरहात्तस्याऽहिंसा विशिष्टा स्यात्।। १६६।।

અન્વયાર્થઃ– [यः] જે ગૃહસ્થ [इति] આ રીતે [परिमितभोगैः] મર્યાદારૂપ ભોગોથી [सन्तुष्टः] સંતુષ્ટ થઈને [बहुतरान्] ઘણા [भोगान्] ભોગોને [त्यजति] છોડી દે છે [तस्य] તેને [बहुतरहिंसाविरहात्] ઘણી હિંસાના ત્યાગથી [विशिष्टा अहिंसा] વિશેષ અહિંસાવ્રત [स्यात्] થાય છે. _________________________________________________________________ ૧, [નોંધઃ–અહીં ભૂમિકાનુસાર આવો રાગ આવે છે તેનું જ્ઞાન કરાવવા માટે ઉપદેશવચન છે. આત્માનું

કલ્યાણ તો અંતરંગમાં નિજ કારણપરમાત્માના આશ્રયે થતી શુદ્ધિ વીતરાગભાવ છે. ત્યાં
અશુભથી બચવા જે શુભરાગ આવે છે તેને ઉપચારથી વ્યવહારથી ભલો કહેવાની રીત છે.
]