Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 167.

< Previous Page   Next Page >


Page 126 of 186
PDF/HTML Page 138 of 198

 

૧૨૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

ટીકાઃ– ‘यः इति परिमितभोगैः सन्तुष्टः बहुतरान् भोगान् त्यजति तस्य बहुतरहिंसाविरहात् विशिष्टा अहिंसा स्यात्।’–અર્થઃ–આ રીતે જે શ્રાવક ભોગ–ઉપભોગના પદાર્થોથી સંતુષ્ટ થયો થકો ઘણા ભોગ–ઉપભોગના પદાર્થોને છોડી દે છે તેને ઘણી હિંસા ન થવાના કારણે વિશેષ અહિંસા થાય છે.

ભાવાર્થઃ– જે શ્રાવક ભોગ–ઉપભોગના પદાર્થોનો મર્યાદાપૂર્વક ત્યાગ કરતો રહે છે તેને તેટલા જ અંશે સંતોષ પ્રગટ થઈને અહિંસા પ્રગટ થાય છે. તે વસ્તુઓના જીવોની હિંસા નહિ થવાથી દ્રવ્યહિંસા થતી નથી તથા એટલા જ અંશે લોભ કષાયનો ત્યાગ થવાને લીધે ભાવહિંસા પણ થતી નથી. તેથી (અકષાય જ્ઞાતાસ્વરૂપમાં–સાવધાન એવા) ત્યાગી મનુષ્યને અવશ્ય જ વિશેષ અહિંસા હોય છે. આ રીતે ભોગ–ઉપભોગપરિમાણ નામના ત્રીજા શિક્ષાવ્રતનું વર્ણન કર્યું.૧૬૬.

હવે ચોથા વૈયાવૃત્ત (અતિથિસંવિભાગ) નામના શિક્ષાવ્રતનું વર્ણન કરે છેઃ–

विधिना दातृगुणवता द्रव्यविशेषस्य जातरूपाय।
स्वपरानुग्रहहेतोः कर्तव्योऽवश्यमतिथये
भागः।। १६७।।

અન્વયાર્થઃ– [दातृगुणवता] દાતાના ગુણવાળા ગૃહસ્થે [जातरूपाय अतिथये] દિગંબર મુનિને [स्वपरानुग्रहहेतोः] પોતાના અને પરના અનુગ્રહના હેતુથી [द्रव्यविशेषस्य] વિશેષ દ્રવ્યનો અર્થાત્ દેવા યોગ્ય વસ્તુનો [भागः] ભાગ [विधिना] વિધિપૂર્વક [अवश्यम्] અવશ્ય જ [कर्तव्यः] કર્તવ્ય છે.

ટીકાઃ– ‘विधिना दातृगुणवता द्रव्यविशेषस्य जातरूपाय अतिथये स्वपरानुग्रहहेतोः अवश्यं भागः कर्तव्यः।’–અર્થઃ–નવધાભક્તિપૂર્વક તથા દાતારના સાત ગુણ સહિત જે શ્રાવક છે તેણે દાન દેવા યોગ્ય વસ્તુનું જે ગુણવાન પાત્ર છે તેમને પોતાના અને પરના ઉપકારના નિમિત્તે અવશ્ય દાન કરવું જોઈએ.

ભાવાર્થઃ– શ્રાવક જે ન્યાયપૂર્વક ધન પેદા કરે છે તેણે પોતાના ધનમાંથી થોડુંઘણું ધન ચારે સંઘના દાન નિમિત્તે કાઢવું જોઈએ અને તેનું વિધિપૂર્વક દાન આપવું જોઈએ. તેથી તેના ધનનો સદુપયોગ થઈને કર્મોની નિર્જરા થાય અને ચારે સંઘ પોતાનાં તપની વૃદ્ધિ કરે. ૧૬૭. _________________________________________________________________ ૧. જાતરૂપા જન્મ્યા પ્રમાણે (નિર્દોષ) જેવા રૂપમાં હતા તેવા અર્થાત્ નગ્ન દિગમ્બર, અથવા ઉત્તમ

ગુણો સહિત અતિથિ. અતિથિ જેમના આગમનની તિથિનો નિયમ નથી.