પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૨૭
[આવેલા અભ્યાગતને પ્રતિદિન ભોજનાદિકનું દાન કરીને પછી પોતે ભોજન કરે એવું શ્રાવકોનું નિત્યકર્મ છે. તેને અતિથિસંવિભાગ કહે છે.]
वाक्कायमनःशुद्धिरेषणशुद्धिश्च
અન્વયાર્થઃ– [च] અને [संग्रहम्] પ્રતિગ્રહણ, [उच्चस्थानं] ઊંચું આસન આપવું, [पादोदकम्] પગ ધોવા, [अर्चनं] પૂજા કરવી, [प्रणामं] નમસ્કાર કરવા, [वाक्कायमनःशुद्धि] મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ રાખવી [च] અને [एषणशुद्धिः] ભોજનશુદ્ધિ. આ રીતે આચાર્યો [विधिम्] નવધાભક્તિરૂપ વિધિ [आहुः] કહે છે.
ટીકાઃ– संग्रहम्, उच्चस्थानं, पादोदकं, अर्चनं, प्रणामं, वाक्शुद्धिः, कायशुद्धिः, मनशुद्धिः, एषणशुद्धिः, इति विधिम् आहुः।’ ૧–સંગ્રહ એટલે પડગાહન કરવું, મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન માટે નિમંત્રણ આપીને ઘરમાં પ્રવેશ કરાવવો, ૨–ઉચ્ચ સ્થાન અર્થાત્ ઘરમાં લઈ જઈને તેમને ઊંચા આસન પર બેસાડવાં, ૩–પાદોદક અર્થાત્ તેમના પગ નિર્દોષ જળથી ધોવા, ૪–અર્ચન અર્થાત્ આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી અથવા ફક્ત અર્ઘ ચડાવવો, પ–પ્રણામ અર્થાત્ પૂજન પછી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી, ૬–વાક્શુદ્ધિ અર્થાત્ વિનયપૂર્વક વચન બોલવાં એવી વચનશુદ્ધિ, ૭–કાયશુદ્ધિ અર્થાત્ હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું, ૮–મનશુદ્ધિ અર્થાત્ મન શુદ્ધ કરવું જેમ કે દાન દેવામાં પરિણામ સેવા તથા ભક્તિરૂપ રાખવા, ખોટા પરિણામ ન કરવા, ૯–એષણશુદ્ધિ અર્થાત્ આહારની શુદ્ધિ રાખવી, આહારની બધી વસ્તુઓ નિર્દોષ રાખવી. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક જ આહારદાન આપવું જોઈએ, આ નવધાભક્તિ મુનિ મહારાજને માટે જ છે અન્યને માટે યોગ્યતા પ્રમાણે ઓછીવત્તી છે. ૧૬૮.
अविषादित्वमुदित्वे निरहङ्कारित्वमिति हि दातृगुणाः।।
१६९।।