Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 170.

< Previous Page   Next Page >


Page 128 of 186
PDF/HTML Page 140 of 198

 

૧૨૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [ऐहिकफलानपेक्षा] આ લોક સંબંધી ફળની ઇચ્છા ન રાખવી, [क्षान्तिः] ક્ષમા અથવા સહનશીલતા, [निष्कपटता] નિષ્કપટપણું, [अनसूयत्वम्] ઇર્ષારહિતપણું, [अविषादित्वमुदित्वे] અખિન્નભાવ, હર્ષભાવ અને [निरहङ्कारित्वम्] નિરભિમાનપણું [इति]–એ રીતે આ સાત [हि] નિશ્ચયથી [दातृगुणाः] દાતાના ગુણ છે.

ટીકાઃ– ‘हि ऐहिकफलानपेक्षा, क्षान्तिः, निष्कपटता, अनसूयत्वम्, अविषादित्वम्– मुदित्वम्, निरहंकारित्वम इति सप्त दातृगुणाः सन्ति।’ અર્થઃ–૧–ઐહિકફલ–અનપેક્ષા–દાન આપીને આ લોક સંબંધી સારા ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા ન કરવી. ૨–ક્ષાન્તિ–દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. ૩–નિષ્કપટતા–કપટ ન કરવું તે. બહારમાં ભક્તિ કરે અને અંતરંગમાં પરિણામ ખરાબ રાખે તેમ ન કરવું જોઈએ. ૪–અનસૂયત્વમ્–બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો. અર્થાત્ પોતાને ઘેર મુનિ મહારાજનો આહાર ન થવાથી અને બીજાના ઘેર આહાર થવાથી બીજા પ્રત્યે બુરો ભાવ ન રાખવો. પ–અવિષાદપણું–વિષાદ ન કરવો તે. અમારે ત્યાં સારી વસ્તુ હતી તે અમે આપી શકયા નહિ વગેરે પ્રકારે ખિન્નતા કરવી નહિ. ૬– મુદિતપણું–દાન આપીને ખૂબ હર્ષ ન કરે. ૭–નિરહંકારીપણું–અભિમાન ન કરવું તે. અમે મહાન દાની છીએ ઇત્યાદિ પ્રકારે મનમાં અભિમાન ન કરવું. આ સાત ગુણ દાતાના છે. તે પ્રત્યેક દાતામાં અવશ્ય હોવા જોઈએ. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક તથા સાત ગુણ સહિત જે દાતા દાન આપે છે તે દાન ઘણું ફળ આપનાર થાય છે અને જે એ સિવાય દાન આપે છે તે ઘણું ફળ આપનાર થતું નથી. ૧૬૯.

કેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ એ હવે બતાવે છેઃ–

रागद्वेषासंयममददुःखभयादिकं
न यत्कुरुते।
द्रव्यं तदेव देयं सुतपः स्वाध्याय वृद्धिकरम्।। १७०।।

અન્વયાર્થઃ– [यत्] જે [द्रव्यं] દ્રવ્ય [रागद्वेषासंयममददुःखभयादिकं] રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ, ભય આદિ [न कुरुते] કરતું નથી અને [सुतपः स्वाध्याय– _________________________________________________________________ ૧. રત્નકરણ્ડ શ્રાવકાચાર ગા ૧૩૩ માં દાતાના સાત ગુણ–૧ ભક્તિ–ધર્મમાં તત્પર રહી, પાત્રોના

ગુણોના સેવનમાં લીન થઈ, પાત્રને અંગીકાર કરે, પ્રમાદરહિત જ્ઞાનસહિત શાન્ત પરિણામી થયો
પાત્રની ભક્તિમાં પ્રવર્તે. ૨–તુષ્ટિ–દેવામાં અતિ આસક્ત, પાત્રલાભને પરમ નિધાનનો લાભ માને.
૩–શ્રદ્ધા, ૪–વિજ્ઞાન, પ–અલોલુપ, ૬–સાત્ત્વિક, ૭–ક્ષમા.