પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૨૯ वृद्धिकरम्] ઉત્તમ તપ તથા સ્વાધ્યાયની વૃદ્ધિ કરનાર છે [तत् एव] તે જ [देयं] દેવા યોગ્ય છે.
ટીકાઃ– ‘यत् (वस्तु) रागद्वेष असंयम मद दुःख भयादिकं न कुरुते तत् एव मुतपः स्वाध्यायवृद्धिकरं द्रव्यं देयम्।’–અર્થઃ–જે વસ્તુ રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ અને ભય ઉત્પત્તિનું કારણ નથી અને જે વસ્તુ તપ અને શાસ્ત્રના સ્વાધ્યાયને વધારનાર છે તેનું જ દાન કરવું જોઈએ.
ભાવાર્થઃ– જે દ્રવ્યનું દાન આપવાથી પોતાના કર્મોની નિર્જરા થાય અને પાત્રજીવોને તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિ થાય તેવાં દ્રવ્યોનું જ દાન શ્રાવકે આપવું જોઈએ. જેનાથી આળસ વગેરેની વૃદ્ધિ થાય એવાં ગરિષ્ઠ ભોજન વગેરેનું દાન આપવું નહિ. આવું ઉત્કૃષ્ટ દાન ચાર પ્રકારનું છે. ૧–આહારદાન–શરીરની સ્થિરતા માટે આહાર આપવો તે પહેલું દાન છે. ૨– ઔષધદાન–રોગાદિની પીડા દૂર કરવા માટે ઔષધ આપવું તે બીજું દાન છે. ૩–જ્ઞાનદાન– અજ્ઞાનનો નાશ અને જ્ઞાનનો વિકાસ કરવા માટે શાસ્ત્ર વગેરે આપવાં તે ત્રીજું જ્ઞાનદાન છે. ૪–અભયદાન–જંગલમાં ઝૂંપડી, વસતિકા, ધર્મશાળા વગેરે બંધાવી આપવી. અંધારાવાળા રસ્તામાં પ્રકાશ આદિ થાય તેવી વ્યવસ્થા કરાવી આપવી તે ચોથું અભયદાન છે. આ રીતે આત્મકલ્યાણના નિમિત્તે દાન આપવું તે જ ખરું દાન છે. પણ જે વસ્તુઓનું દાન આપવાથી સંસારના વિષય આદિ અને રાગદ્વેષની વૃદ્ધિ થાય એવું દાન ન આપવું જોઈએ.
જેમ કે–પૃથ્વીનું દાન, હાથી, ઘોડા, સોનું, ચાંદી, સ્ત્રી વગેરેનું દાન કરવું તે. જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય તેને જ કુદાન કહે છે. આવું દાન કરવાથી હલકી ગતિના બંધ સિવાય બીજું કાંઈ થતું નથી, માટે એવું કુદાન ન કરવું જોઈએ. ૧૭૦.
अविरतसम्यग्द्रष्टिः विरताविरतश्च सकलविरतश्च।। १७१।।
અન્વયાર્થઃ– [मोक्षकारणगुणानाम्] મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ગુણોનો [संयोगः] સંયોગ જેમાં હોય, એવા [पात्रं] પાત્ર [अविरतसम्यग्द्रष्टिः] વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ [च] તથા [विरताविरतः] દેશવ્રતી [च] અને [सकलविरतः] મહાવ્રતી [त्रिभेदम्] ત્રણ ભેદરૂપ [उक्तम्] કહેલ છે.