Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 172-173.

< Previous Page   Next Page >


Page 131 of 186
PDF/HTML Page 143 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૩૧

અર્થઃ– સત્પુરુષોને દાન દેવાથી કલ્પતરુની જેમ શોભા પણ થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. લોભી, પાપી પુરુષોને દાન આપવાથી મડદાની ઠાઠડીની જેમ શોભા તો થાય પણ દુઃખ પણ થાય છે. જેમ કે મડદાની ઠાઠડી શણગારીને કાઢવાથી લોકમાં કીર્તિ થાય પણ ઘરના સ્વામીને દુઃખ આપનાર બને છે, એવી જ રીતે અપાત્ર વગેરેને દાન આપવાથી સંસારમાં લોકો તો વખાણ કરે છે પણ તેનું ફળ ખરાબ જ થાય છે, સારું થતું નથી. ૧૭૧.

દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છેઃ–

हिंसायाः पर्यायो लोभोऽत्र निरस्यते यतो दाने।
तस्मादतिथिवितरणं
हिंसाप्युपरमणमेवेष्टम्।। १७२।।

અન્વયાર્થઃ– [यतः] કારણ કે [अत्र दाने] અહીં દાનમાં [हिंसायाः] હિંસાના [पर्यायः] પર્યાય [लोभः] લોભનો [निरस्यते] નાશ કરવામાં આવે છે, [तस्मात्] તેથી [अतिथिवितरणं] અતિથિદાનને [हिंसाव्युपरमणमेव] હિંસાનો ત્યાગ જ [इष्टम्] કહ્યો છે.

ટીકાઃ– ‘यतः अत्र दाने हिंसायाः पर्यायः लोभः तिरस्यते तस्मात् अतिथि वितरणं हिंसाव्युपरमणं एव इष्टम्।’ અર્થઃ–આ દાનમાં હિંસાનો એક ભેદ જે લોભ છે તેનો ત્યાગ થાય છે તેથી અતિથિ પાત્રને દાન દેવું તે હિંસાનો જ ત્યાગ છે.

ભાવાર્થઃ– ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે, તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે, તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે. ૧૭૨.

गृहमागताय गुणिने मधुकरवृत्या परानपीडयते।
वितरति यो नातिथये स कथं न हि लोभवान् भवति।। १७३।।

અન્વયાર્થઃ– [यः] જે ગૃહસ્થ [गृहमागताय] ઘેર આવેલા [गुणिने] સંયમાદિ ગુણવાન એવા અને [मधुकरवृत्या] ભ્રમર સમાન વૃત્તિથી [परान्] બીજાઓને [अपीडयते] પીડા ન દેવાવાળા [अतिथये] અતિથિ સાધુને [न वितरति] ભોજનાદિ દેતો નથી, [सः] તે [लोभवान्] લોભી [कथं] કેમ [न हि भवति] ન હોય?