૧૩૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘यः गृहमागताय गुणिने परान् अपीडयते अतिथये न वितरति सः लोभवान् कथं न भवति।’ અર્થઃ–પોતાની મેળે–સ્વયમેવ ઘેર આવેલા તથા રત્નત્રયાદિ ગુણસહિત અને ભમરા જેવી વૃત્તિથી દાતાને તકલીફ ન આપનાર એવા અતિથિ મુનિ મહારાજ વગેરે છે, તેમને જે શ્રાવક ગૃહસ્થ દાન દેતો નથી તે શ્રાવક લોભ–હિંસા સહિત કેમ ન હોય? અવશ્ય જ હોય છે.
ભાવાર્થઃ– જેવી રીતે ભમરો બધાં ફૂલોની વાસ લે છે પણ કોઈ ફૂલને પીડા ઉપજાવતો નથી તેવી જ રીતે મુનિ મહારાજ વગેરે પણ કોઈ પણ શ્રાવક ગૃહસ્થને પીડા પહોંચાડતા નથી. તેમને એમ કહેતા નથી કે અમારે માટે ભોજન બનાવો અથવા આપો. પણ શ્રાવક પોતે જ્યારે આદરપૂર્વક બોલાવે છે ત્યારે તેઓ થોડો લૂખો સૂકો શુદ્ધ પ્રાસુક જેવો આહાર મળે છે તેવો જ ગ્રહણ કરી લે છે; તેથી જે શ્રાવક આવા સંતોષી વ્રતીને જો દાન ન આપે તો તે અવશ્ય હિંસાનો ભાગીદાર થાય છે. ૧૭૩.
अरतिविषादविमुक्तः शिथिलितलोभो भवत्यहिंसैव।।
અન્વયાર્થઃ– [आत्मार्थं] પોતાને માટે [कृतम्] બનાવેલ [भक्तम्] ભોજન [मुनये] મુનિને [ददाति] આપે–[इति] આ રીતે [भावितः] ભાવપૂર્વક [अरतिविषादविमुक्तः] અપ્રેમ અને વિષાદરહિત તથા [शिथिलितलोभः] લોભને શિથિલ કરનાર [त्यागः] દાન [अहिंसा एव] અહિંસા સ્વરૂપ જ [भवति] છે.
ટીકાઃ– ‘आत्मार्थं कृतं भुक्तं मुनये ददाति इति भावितः त्यागः अरतिविषादविमुक्तः शिथिलितलोभः अहिंसैव भवति।’–અર્થઃ–પોતાને માટે બનાવેલું ભોજન તે હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગભાવનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લોભ શિથિલ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.
ભાવાર્થઃ– આ અતિથિસંવિભાગ–વૈયાવૃત્ત શિક્ષાવ્રતમાં દ્રવ્ય–અહિંસા તો પ્રગટ જ છે કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા–તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે તેથી ભાવ–અહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર પૂર્ણ અહિંસાવ્રતનું પાલન કરે છે. આ રીતે સાત શીલવ્રતોનું વર્ણન પૂરું થયું. ૧૭૪.