અન્વયાર્થઃ– [इयम्] આ [एका] એક [पश्चिमसल्लेखना एव] મરણના અંતે થવાવાળી સંલેખના જ [मे] મારા [धर्मस्वं] ધર્મરૂપી ધનને [मया] મારી [समं] સાથે [नेतुम्] લઈ જવાને [समर्था] સમર્થ છે. [इति] એ રીતે [भक्त्या] ભક્તિ સહિત [सततम्] નિરંતર [भावनीया] ભાવના કરવી જોઈએ.
ટીકાઃ– ‘इयम् एकैव मे धर्मस्वं मया समं नेतुम् समर्था इति इतौः पश्चिमसल्लेखना भक्त्या सततं भावनीया।’ અર્થઃ–આ માત્ર એકલી સંલેખના જ મારા ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે તે કારણે દરેક મનુષ્યે આ અંતિમ સંલેખના અથવા સમાધિમરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ.
ભાવાર્થઃ– સંસારનાં કારણ ક્રોધાદિ કષાય છે અને તેમનાં કારણ આહાર વગેરે પરિગ્રહમાં ઇચ્છા છે. (સ્વસન્મુખતાના બળવડે) એ બધાંને ઘટાડવાં તેને જ સંલેખના કહે છે. આ સંલેખના પણ બે પ્રકારની છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરવો અને બીજી સર્વથા ત્યાગ કરવો. તેથી વિચાર કરીને શ્રાવકે પોતાના મરણના અંત સમયે જરૂર જ સંલેખના કરવી જોઈએ. મેં જે જીવનપર્યંત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તથા ધર્મનું પાલન કર્યું છે તે ધર્મને મારી સાથે પહોંચાડવાને માટે આ એક સંલેખના જ સમર્થ છે–એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું.૧૭પ.
१७६।।
_________________________________________________________________ ૧. સત્ સમ્યક્પ્રકારે, લેખના કષાયને ક્ષીણ–કૃશ કરવાને સલ્લેખના કહે છે. તે અભ્યંતર અને
અભ્યંતર સલ્લેખના કહે છે.