Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 177.

< Previous Page   Next Page >


Page 134 of 186
PDF/HTML Page 146 of 198

 

૧૩૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [अहं] હું [मरणान्ते] મરણના સમયે [अवश्यं] અવશ્ય [विधिना] શાસ્ત્રોક્ત વિધિથી [सल्लेखनां] સમાધિમરણ [करिष्यामि] કરીશ–[इति] એ રીતે [भावना परिणतः] ભાવનારૂપ પરિણતિ કરીને [अनागतमपि] મરણકાળ આવવા પહેલાં જ [इदं] [शीलं] સંલેખના વ્રત [पालयेत्] પાળવું અર્થાત્ અંગીકાર કરવું જોઈએ.

ટીકાઃ– ‘अहं मरणान्ते अवश्यं विधिना सल्लेखनां करिष्यामि–इति भावना परिणतः अनागतं अपि शीलं पालयेत्।’ અર્થઃ–હું મરણ સમયે અવશ્ય જ વિધિપૂર્વક સમાધિમરણ કરીશ–એવી ભાવનાસહિત શ્રાવક જે પ્રાપ્ત થયેલ નથી તેવા શીલ (સ્વભાવ)ને પ્રાપ્ત કરી લે છે.

ભાવાર્થઃ– શ્રાવકે આ વાતનો વિચાર સદૈવ કરવો જોઈએ કે હું મારા મરણ વખતે અવશ્ય જ સંલેખના કરીશ. કારણ કે મરણ વખતે પ્રાયઃ મનુષ્યોના પરિણામ બહુ દુઃખી થઈ જાય છે તથા કુટુંબીજનો અને ધનાદિથી મમત્વભાવ છૂટતો નથી. જેણે મમત્વભાવ છોડી દીધો તેણે સંલેખના કરી. મમત્વભાવ છૂટી જવાથી પાપનો બંધ થતો નથી તથા નરકાદિ ગતિનો બંધ થતો નથી, તેથી મરણ વખતે જરૂર જ સંલેખના કરવાના પરિણામ રાખવા જોઈએ. ૧૭૬.

मरणेऽवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे।
रागादिमन्तरेण व्याप्रियमाणस्य
नात्मघातोऽस्ति।। १७७।।

અન્વયાર્થઃ– [अवश्यं] અવશ્ય [भाविनि] થવાવાળું [मरणे ‘सति’] મરણ થતાં [कषायसल्लेखनातनूकरणमात्रे] કષાય સલ્લેખનાના કૃશ કરવા માત્રના વ્યાપારમાં [व्याप्रियमाणस्य] પ્રવર્તમાન પુરુષને [रागादिमन्तरेण] રાગાદિભાવોના અભાવમાં [आत्मघातः] આત્મઘાત [नास्ति] નથી.

ટીકાઃ– ‘अवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे मरणे रागादिमन्तरेण व्याप्रियमाणस्य आत्मघातः न अस्ति।’–અર્થઃ–અવશ્ય જ થનાર જે મરણ છે તેમાં કષાયનો ત્યાગ કરતાં રાગદ્વેષ વિના પ્રાણત્યાગ કરનાર જે પુરુષ છે તેને આત્મઘાત થઈ શકતો નથી.

ભાવાર્થઃ– સંલેખના કરનાર પુરુષની ઇચ્છા એવી નથી કે હું જબરજસ્તીથી મરણ કરું પણ એનો અભિપ્રાય એવો હોય છે કે જબરજસ્તીથી મરણ થવા લાગે