પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૩પ ત્યારે મારા પરિણામ શુદ્ધ રહે અને હું સંસારના વિષય–ભોગોથી મમત્વનો ત્યાગ કરી દઉં. તેના મરણમાં જો રાગદ્વેષ થાય તો જ આત્મઘાત થાય. પણ જે મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાત થઈ શકતો નથી. ૧૭૭.
व्यपरोपयति प्राणान् तस्य स्यात्सत्यमात्मवधः।। १७८।।
અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [कषायाविष्टः] ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો [यः] જે પુરુષ [कुम्भकजलधूमकेतुविषशस्त्रैः] શ્વાસનિરોધ, જળ, અગ્નિ, વિષ, શસ્ત્રાદિથી પોતાના [प्राणान्] પ્રાણને [व्यपरोपयति] પૃથક્ કરે છે [तस्य] તેને [आत्मवधः] આત્મઘાત [सत्यम्] ખરેખર [स्यात्] થાય છે.
ટીકાઃ– ‘हि यः (श्रावकः) कषायाविष्टः (सन्) कुम्भक–जल–धूमकेतु–विषशस्त्रैः प्राणान् व्यपरोपयति तस्य आत्मवधः सत्यं स्यात्।’–અર્થઃ–જે જીવ ક્રોધાદિ કષાય સંયુક્ત થયો થકો શ્વાસ રોકીને, વા જળથી, અગ્નિથી, વિષથી કે હથિયાર વગેરેથી પોતાના પ્રાણનો વિયોગ કરે છે તેને સદા આપઘાતનો દોષ થાય છે.
ભાવાર્થઃ– ક્રોધ–માન–માયા–લોભ ઇત્યાદિ કષાયોની તીવ્રતાથી જે પોતાના પ્રાણનો ઘાત કરવો તેને જ આપઘાત–મરણ કહે છે. ૧૭૮.
વિશેષઃ– સલ્લેખના ધર્મ (સમાધિમરણ વિધિ) ગૃહસ્થ અને મુનિ બેઉને છે, સલ્લેખના અથવા સંન્યાસમરણનો એક જ અર્થ છે. માટે બાર વ્રતો પછી સલ્લેખનાનું વર્ણન કર્યું છે. આ સલ્લેખનાવ્રતની ઉત્કૃષ્ટ મર્યાદા બાર વર્ષ સુધીની છે;–એમ શ્રી વીરનંદી આચાર્યકૃત યત્યાચારમાં કહ્યું છે.
જ્યારે શરીર કોઈ અસાધ્ય રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી અસમર્થ થઈ જાય, દેવ– મનુષ્યાદિકૃત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે, કોઈ મહા દુષ્કાળથી ધાન્યાદિ ભોજ્ય પદાર્થો દુષ્પ્રાપ્ય થઈ જાય અથવા ધર્મનો નાશ કરવાવાળાં કોઈ વિશેષ કારણ આવી મળે ત્યારે પોતાના શરીરને પાકી ગયેલા પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન આપોઆપ વિનાશસન્મુખ જાણી, સંન્યાસ ધારણ કરે. જો મરણમાં કોઈ પ્રકારે સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરે, કે જો આ ઉપસર્ગમાં મારું આયુ પૂર્ણ થઈ જશે તો (મૃત્યુ થઈ જશે તો) મારે આહારાદિનો સર્વથા ત્યાગ છે