પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧પપ
અન્વયાર્થઃ– [जिनपुङ्गवप्रवचने] જિનેશ્વરના સિદ્ધાન્તમાં [मुनीश्वराणां] મુનીશ્વર અર્થાત્ સકલવ્રતધારીઓનું [यत्] જે [आचरणम्] આચરણ [उक्तम्] કહ્યું છે, [एतत्] એ [अपि] પણ ગૃહસ્થોએ [निजां] પોતાનાં [पदवीं] પદ [च] અને [शक्ति] શક્તિનો [सुनिरूप्य] સારી રીતે વિચાર કરીને [निषेव्यम्] સેવન કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘जिनपुङ्गवप्रवचने मुनीश्वराणां यत् आचरणं उक्तम् एतत् अपि निजां पदवीं सुनिरूप्य शक्तिं च सुनिरूप्य निषेव्यम्।’ અર્થઃ–અર્હંત ભગવાન તથા ગણધરાદિએ કહેલાં જિનશાસ્ત્રોમાં જે મુનિ–મહાત્માઓનું સર્વદેશ ત્યાગરૂપ આચરણ કહ્યું છે તે આચરણ પોતાના પદની યોગ્યતા અને પોતાની શક્તિ જોઈને અવશ્ય આચરવું જોઈએ.
ભાવાર્થઃ– જ્યાંસુધી બની શકે ત્યાંસુધી પ્રત્યેક આત્મકલ્યાણાર્થીએ મુનિપદનો સ્વીકાર કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. જો તે કોઈ પણ રીતે સર્વદેશવ્રતનું પૂર્ણપણે પાલન ન કરી શકે તો પહેલાં અણુવ્રત પાળવાં જોઈએ અને પછી મહાવ્રત ધારણ કરવાં જોઈએ. ૨૦૦.
प्रत्याख्यानं वपुषो व्युत्सर्गश्चेति कर्त्तव्यम्।। २०१।।
અન્વયાર્થઃ– [समतास्तववन्दनाप्रतिक्रमणम्] સમતા, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [च] અને [वपुषो व्युत्सर्गः] કાયોત્સર્ગ–[इति] એ રીતે [इदम्] આ [आवश्यकषट्कं] છ આવશ્યક [कर्त्तव्यम्] કરવાં જોઈએ.
ટીકાઃ– ‘समता स्तव वन्दना प्रतिक्रमणं प्रत्याख्यानं वपुषो व्युत्सर्गः इति इदं आवश्यक षट्कम्।’
૧. સમતા–સમસ્ત જીવો પર સમતાભાવ રાખવો અથવા સામાયિક કરવી.
૨. સ્તવ–શ્રી ભગવાન અર્હંતદેવ–તીર્થંકર ભગવાનના ગુણોનું કીર્તન કરવું અર્થાત્ સ્તુતિ કરવી. એ સ્તવ વ્યવહારસ્તવ અને નિશ્ચયસ્તવ–એમ બે પ્રકારે છે.
૩. વંદના–પાંચ પરમેષ્ઠીને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે સાષ્ટાંગ નમસ્કાર કરવા.