Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 202.

< Previous Page   Next Page >


Page 156 of 186
PDF/HTML Page 168 of 198

 

૧પ૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

૪. પ્રતિક્રમણ–પોતે કરેલા દોષોનો પશ્ચાત્તાપ કરવો. અર્થાત્ જ્યારે પોતાનાથી કોઈ દોષ કે ભૂલ થઈ જાય ત્યારે તે પોતાના ગુરુ સમક્ષ પ્રગટ કરી તે ભૂલ માની લેવી એ જ પ્રતિક્રમણ છે.

પ. પ્રત્યાખ્યાન–જે રત્નત્રયમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર છે તેને મન, વચન અને કાયાથી રોકવા અને તેમનો ત્યાગ કરવો તેને જ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન ૧. અખંડિત, ૨. સાકાર, ૩. નિરાકાર, ૪. પરિમાન, પ. ઇતરત્, ૬. વર્તનીપાત, ૭. સહેતુક ઇત્યાદિ ભેદથી ૧૦ પ્રકારનું છે.

૬. વ્યુત્સર્ગ–શરીરનું મમત્વ છોડીને વિશેષ પ્રકારના આસનપૂર્વક ધ્યાન કરવું એ વ્યુત્સર્ગ નામનું છઠ્ઠું આવશ્યક છે.

ભાવાર્થઃ– આ રીતે છ આવશ્યકોનું વર્ણન કર્યું કે જે મુનિઓએ અને શ્રાવકોએ પણ પાળવું જોઈએ. મુનિ અને શ્રાવકોએ તેમનું પાલન પ્રતિદિન જરૂર કરવું જોઈએ તેથી જ એમનું નામ આવશ્યક છે. માટે મુનિઓએ તેનું પાલન સર્વદેશ કરવું જોઈએ અને શ્રાવકોએ પોતાની યોગ્યતા અનુસાર એકદેશ કરવું જોઈએ. ૨૦૧.

ત્રણ ગુપ્તિઓનું વર્ણન

सम्यग्दण्डो वपुषः सम्यग्दण्डस्तथा च वचनस्य।
मनसः सम्यग्दण्डो गुप्तीनां त्रितयमवगम्यम्।। २०२।।

અન્વયાર્થઃ– [वपुषः] શરીરને [सम्यग्दण्डः] સારી રીતે–શાસ્ત્રોક્ત વિધિથી વશ કરવું, [तथा] તથા [वचनस्य] વચનનું [सम्यग्दण्डः] સારી રીતે અવરોધન કરવું [च] અને [मनसः] મનનો [सम्यग्दण्डः] સમ્યક્પણે નિરોધ કરવો–આ રીતે [गुप्तीनां त्रितयम्] ત્રણ ગુપ્તિઓને [अवगम्यम्] જાણવી જોઈએ.

ટીકાઃ– ‘वपुषः सम्यग्दण्डः तथा वचनस्य सम्यग्दण्डः च मनसः सम्यग्दण्डः इति गुप्तीनां त्रितयं समनुगम्यम्।’ અર્થઃ–શરીરને વશ કરવું, વચનને વશ કરવાં અને મનને વશ કરવું–આ ત્રણે ગુપ્તિ જાણવી જોઈએ.

ભાવાર્થઃ– ગુપ્તિ નામ ગોપવવાનું અથવા છુપાવવાનું છે. જેમ કે મનની ક્રિયા રોકવી એટલે મનની ચંચળતા રોકી એકાગ્રતા કરી લેવી તે મનગુપ્તિ છે તથા વચનને ન બોલવા તે વચનગુપ્તિ છે અને શરીરની ક્રિયા રોકવી અર્થાત્ સ્થિર થઈ જવું તે કાયગુપ્તિ છે. આ ત્રણે ગુપ્તિઓમાંથી મનોગુપ્તિનું પાલન જ ઘણું કઠિન છે.