Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 206-208.

< Previous Page   Next Page >


Page 162 of 186
PDF/HTML Page 174 of 198

 

૧૬૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

૧૧. બોધિદુર્લભ ભાવના–સંસારમાં બધી જ વસ્તુઓ સુલભ છે અર્થાત્ શીઘ્ર જ બધાને પ્રાપ્ત થઈ શકે છે, પણ જો કાંઈ દુર્લભ અને કઠિન હોય તો તે એક કેવળજ્ઞાન છે. અને કેવળજ્ઞાન વિના આ જીવને મોક્ષ મળી શકતો નથી, માટે પ્રત્યેક પ્રાણીએ તે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને પ્રયત્નશીલ થવું જોઈએ. જ્યાંસુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારમાં ભ્રમણ કરતો જ રહેશે. તેથી હે આત્મા! જો તારે વાસ્તવિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો તું શીઘ્ર ચાર ઘાતિકર્મોનો નાશ કરી શીઘ્ર જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર. –આ પ્રકારનું વારંવાર ચિંતવન કરતા રહેવું તેને જ બોધિદુર્લભ ભાવના કહે છે.

૧૨. ધર્મભાવના–વાસ્તવમાં જીવને સુખ આપનારી વસ્તુ એક ધર્મ છે, કેમકે ધર્મ નામ સ્વભાવનું છે. પ્રત્યેક વસ્તુનો જે સ્વભાવ છે તેને જ ધર્મ કહે છે. જ્યારે તે દ્રવ્ય પોતાના સ્વભાવમાં પરિણમન કરે છે ત્યારે તે સુખી અને શુદ્ધ કહેવાય છે. આ આત્માનો જે જ્ઞાનગુણ છે તે જ એનો ધર્મ છે. જ્યાંસુધી તે જ્ઞાનધર્મનો અથવા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે ધર્મોનો પૂર્ણ વિકાસ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારના બંધનમાંથી છૂટી શકતો નથી.

ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે પણ આત્માના જ ધર્મ છે તથા દયા કરવી એ પણ આત્માનો ધર્મ છે. જોકે આ ધર્મ પ્રત્યેક સંસારી આત્મામાં વિરાજમાન છે તોપણ જ્યાંસુધી એનો આત્મામાં વિકાસ ન થાય ત્યાંસુધી આ આત્મા સંસારરૂપી જેલમાંથી છૂટી શકતો નથી અર્થાત્ મોક્ષ પામી શકતો નથી, માટે આ પ્રમાણે વારંવાર ચિંતવન કરતા રહેવું એને જ ધર્મભાવના કહે છે.–આ રીતે બાર ભાવનાઓનું વર્ણન કર્યું કેમકે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં એ પ્રધાન સહાયક છે. બાર ભાવનાઓનું ચિંતવન કરવાથી આ વૈરાગ્યની પુષ્ટિ થાય છે માટે એનું સદૈવ ચિંતવન કરવું જોઈએ. ૨૦પ.

બાવીશ પરિષહો

क्षुत्तृष्णा हिममुष्णं नग्नत्वं याचनारतिरलाभः।
दंशो मशकादीनामाक्रोशो व्याधिदुःखमङ्गमलम्।। २०६।।

स्पर्शश्च तृणादीनामज्ञानमदर्शनं तथा प्रज्ञा।
सत्कारपुरस्कारः शय्या चर्या वधो निषद्या स्त्री।। २०७।।