પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૬૩
संक्लेशमुक्तमनसा संक्लेशनिमित्तभीतेन।। २०८।।
અન્વયાર્થઃ– [संक्लेश मुक्तमनसा] સંક્લેશરહિત ચિત્તવાળા અને [संक्लेश– निमित्तभीतेन] સંક્લેશના નિમિત્તથી અર્થાત્ સંસારથી ભયભીત સાધુએ [सततम्] નિરંતર [क्षुत्] ક્ષુધા, [तृष्णा] તૃષા, [हिमम्] શીત, [उष्णं] ઉષ્ણ, [नग्नत्वं] નગ્નપણું, [याचना] પ્રાર્થના, [अरतिः] અરતિ, [अलाभः] અલાભ, [मशकादीनां दंशः] મચ્છરાદિનું કરડવું, [आक्रोशः] કુવચન, [व्याधिदुःखम्] રોગનું દુઃખ, [अङ्गमलम्] શરીરનો મળ, [तृणादीनां स्पर्शः] તૃણાદિકનો સ્પર્શ, [अज्ञानम्] અજ્ઞાન, [अदर्शनम्] અદર્શન, [तथा प्रज्ञा] એ જ રીતે પ્રજ્ઞા, [सत्कारपुरस्कारः] સત્કાર–પુરસ્કાર, [शय्या] શયન, [चर्य्या] ગમન, [वधः] વધ, [निषद्या] બેસવું તે, [च] અને [स्त्री] સ્ત્રી–[एते] આ [द्वाविंशतिः] બાવીસ [परीषहाः] પરીષહ [अपि] પણ [परिषोढव्याः] સહન કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘क्षुत् तृष्णा हिमं उष्णं नग्नत्वं याचना अरतिः अलाभः मशकादीनां दंशः आक्रोशः व्याधिदुःखं अङ्गमलं तृणादीनां स्पर्शः अज्ञानं अदर्शनं तथा प्रज्ञा सत्कारपुरस्कारः शय्या चर्या वधः निषद्या स्त्री एते द्वाविंशतिः अपि परीषहाः संक्लेशमुक्तमनसा संक्लेशनिमित्तभीतेन सततं परिषोढव्याः।’ અર્થઃ–ભૂખ, તરસ, ઠંડી, ગરમી, નગ્નપણું, યાચના, અરતિ, અલાભ, મચ્છર વગેરેના ડંશ, નિન્દા, રોગનુ દુઃખ, શરીરનો મળ, કાંટા વગેરે લાગવા, અજ્ઞાન, અદર્શન, જ્ઞાન, આદરસત્કાર, શયન, ચાલવું, વધ, આસન અને સ્ત્રી – એ બાવીસ પરીષહોને મુનિઓ સંક્લેશ દૂર કરીને અને સંક્લેશભાવથી ડરતા સદૈવ સહન કરે છે. હવે અહીં બાવીસ પરિષહોનું સંક્ષેપમાં વર્ણન કરે છેઃ–
૧. ક્ષુધા પરિષહ–બધા જીવો ભૂખના કારણે ઘણા દુઃખી થાય છે પણ મુનિમહારાજને જ્યારે ભૂખની પીડા હોય ત્યારે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તું અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યો છે, તેં અનેક પ્રકારની વસ્તુઓનું ભક્ષણ કર્યું છે પણ આજ સુધી તારી ભૂખ શાન્ત થઈ નથી તથા નરકગતિમાં પણ ખૂબ ભૂખ સહન કરી. હવે તું અત્યારે મોક્ષની પ્રાપ્તિ માટે તૈયાર થઈ રહ્યો છે, આ તારું શરીર અહીં જ રહી જશે તેથી (શાન્ત જ્ઞાનાનંદ સ્વરૂપમાં લીનતા વડે) ભૂખનો નાશ કરી દે કે જેથી શીઘ્ર જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રકારનો વિચાર કરતાં મુનિ ભૂખને જીતે.