Purusharth Siddhi Upay (Gujarati). Bhoomika Shlok: 4.

< Previous Page   Next Page >


Page 6 of 186
PDF/HTML Page 18 of 198

 

] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [लोकत्रयैकनेत्रं] ત્રણ લોક સંબંધી પદાર્થોને પ્રકાશિત કરવામાં અદ્વિતીય નેત્ર [परमागमं] ઉત્કૃષ્ટ જૈનાગમને [प्रयत्नेन] અનેક પ્રકારના ઉપાયોથી [निरूप्य] જાણીને અર્થાત્ પરંપરા જૈન સિદ્ધાંતોના નિરૂપણપૂર્વક [अस्माभिः] અમારા વડે [विदुषां] વિદ્વાનોને માટે [अयं][पुरुषार्थसिद्धयुपायः] પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ [उपोद्ध्रियते] ઉદ્ધાર કરવામાં આવે છે.

ટીકાઃ– ‘अस्माभिः विदुषां अयं पुरुषार्थसिद्धयुपायः’ उपोद्ध्रियते’ –અમે ગ્રન્થકર્તા જ્ઞાની જીવોને માટે આ પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ અથવા ચૈતન્યપુરુષનું પ્રયોજન સિદ્ધ કરવાનો ઉપાય પ્રગટ કરીએ છીએ. ‘किं कृत्वा’ –કેવી રીતે? ‘प्रयत्नेन’–અનેક પ્રકારે ઉદ્યમ કરીને સાવધાનતાથી–‘परमागमं निरूप्य’– પરંપરાથી જૈન સિદ્ધાન્તનો વિચાર કરીને.

ભાવાર્થઃ– જેવી રીતે કેવળી, શ્રુતકેવળી અને આચાર્યોના ઉપદેશની પરંપરા છે તેનો વિચાર કરીને અમે ઉપદેશ કરીએ છીએ, સ્વમતિથી કલ્પિત રચના કરતા નથી. કેવાં છે પરમાગમ? ‘लोकत्रयैकनेत्रं’– ત્રણે લોકમાં ત્રણ લોક સંબંધી પદાર્થોને બતાવવા માટે અદ્વિતીય નેત્ર છે. ૩.

આ ગ્રન્થ ની શરૂઆતમાં વક્તા, શ્રોતા અને ગ્રન્થનું વર્ણન કરવું જોઈએ. એવી પરંપરા છે.

માટે પ્રથમ જ વક્તાનું લક્ષણ કહે છે–

मुख्योपचारविवरण–निरस्तदुस्तरविनेय दुबोेर्धाः।
व्यवहारनिश्चयज्ञाः प्रवर्तयन्ते
जगति तीर्थम्।। ४।।

અન્વયાર્થઃ– [मुख्योपचारविवरणनिरस्तदुस्तरविनेय दुर्बोधाः] મુખ્ય અને ઉપચાર કથનના વિવેચન વડે પ્રગટપણે શિષ્યોનો દુર્નિવાર અજ્ઞાનભાવ જેમણે નષ્ટ કર્યો છે તેવા તથા [व्यवहारनिश्चयज्ञाः] વ્યવહારનય અને નિશ્ચયનયના જાણનાર એવા આચાર્યો [जगति] જગતમાં [तीर्थं] ધર્મતીર્થ [प्रवर्तयन्ते] પ્રવર્તાવે છે.

ટીકાઃ– ‘व्यवहारनिश्चयज्ञाः जगति तीर्थं प्रवर्तयन्ते’– વ્યવહાર અને નિશ્ચયના જાણનાર આચાર્યો આ લોકમાં ધર્મતીર્થ પ્રવર્તાવે છે. કેવા છે આચાર્ય? ‘मुख्योपचारविवरणनिरस्तदुस्तरविनेय दुर्बोधाः’– મુખ્ય અને ઉપચાર કથનવડે શિષ્યના અપાર અજ્ઞાનભાવનો જેમણે નાશ કર્યો છે એવા છે.