પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૭પ
અન્વયાર્થઃ– [आत्मविनिश्चितिः] પોતાના આત્માનો વિનિશ્ચય [दर्शनम्] સમ્યગ્દર્શન, [आत्मपरिज्ञानम्] આત્માનું વિશેષ જ્ઞાન [बोधः] સમ્યગ્જ્ઞાન અને [आत्मनि] આત્મામાં [स्थितिः] સ્થિરતા [चारित्रं] સમ્યક્ચારિત્ર [इष्यते] કહેવાય છે તો પછી [एतेभ्यः ‘त्रिभ्यः’] આ ત્રણથી [कुतः] કેવી રીતે [बन्धः] બંધ [भवति] થાય?
ટીકાઃ– ‘आत्मविनिश्चितिः दर्शनं, आत्मपरिज्ञानं बोधः, आत्मनि स्थितिः चारित्रं इष्यते एतेभ्यः बंधः कुतः भवति।’ અર્થઃ–આત્માના સ્વરૂપનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન છે, આત્માના સ્વરૂપનું પરિજ્ઞાન થવું તે સમ્યગ્જ્ઞાન છે અને આત્મસ્વરૂપમાં લીન થવું તે સમ્યક્ચારિત્ર છે. આ ત્રણે આત્મસ્વરૂપ જ છે. જ્યારે આ ત્રણે ગુણ આત્મસ્વરૂપ છે તો એનાથી કર્મોનો બંધ કેવી રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકતો નથી.
ભાવાર્થઃ– રત્નત્રય બે પ્રકારના છે–૧. વ્યવહારરત્નત્રય અને ૨. નિશ્ચયરત્નત્રય. દેવ– શાસ્ત્ર–ગુરુનું તથા સાત તત્ત્વોનું શ્રદ્ધાન કરવું તે વ્યવહારસમ્યગ્દર્શન છે, તત્ત્વોના સ્વરૂપને જાણી લેવું તે વ્યવહારસમ્યગ્જ્ઞાન છે, અશુભ ક્રિયાઓથી પ્રવૃત્તિ હટાવીને શુભક્રિયામાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્યક્ચારિત્ર છે.–આ વ્યવહારરત્નત્રય થયાં. આત્મસ્વરૂપનું શ્રદ્ધાન તે નિશ્ચયસમ્યગ્દર્શન, આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યગ્જ્ઞાન અને આત્મસ્વરૂપમાં પરિણમન તે નિશ્ચયસમ્યક્ચારિત્ર. તે આ જીવને કર્મોથી છોડાવવાનું કારણ છે, પણ કર્મોના બંધનું કારણ નથી. ૨૧૬.
અન્વયાર્થઃ– [अपि] અને [तीर्थकराहारकर्मणाः] તીર્થંકરપ્રકૃતિ અને આહાર પ્રકૃતિનો [यः] જે [बन्धः] બંધ [सम्यक्त्वचरित्राभ्यां] સમ્યક્ત્વ અને ચારિત્રથી [समये] આગમમાં [उपदिष्टः] કહ્યો છે, [सः] તે [अपि] પણ [नयविदां] નયના જાણનારાઓના [दोषाय] દોષનું કારણ [न] નથી.
ટીકાઃ– ‘सम्यक्त्व चरित्राभ्यां तीर्थकराहार कर्मणः बन्धः (भवति) यः अपि समयं उपदिष्टः सः अपि नयविदां दोषाय न भवति।’ અર્થઃ–સમ્યગ્દર્શન અને સમ્યક્–