૧૭૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય ચારિત્રથી તીર્થંકર–પ્રકૃતિ અને આહારક–પ્રકૃતિનો બંધ થાય છે, એવો જે શાસ્ત્રોમાં ઉપદેશ છે તેમાં પણ નયવિવક્ષા જાણનારને દોષ અર્થાત્ વિરોધ જણાતો નથી.
ભાવાર્થઃ– જો કોઈ એમ શંકા કરે કે સમ્યગ્દર્શન થયા પછી જ તીર્થંકરપ્રકૃતિનો બંધ થાય છે અને સમ્યક્ચારિત્ર થયા પછી જ આહારક–પ્રકૃતિનો બંધ થાય છે તો ઉપર જે આ કહેવામાં આવ્યું છે કે રત્નત્રય કર્મનો બંધ કરનાર નથી એ કેવી રીતે? તેનો ખુલાસો કરે છેઃ–
योगकषायौ
અન્વયાર્થઃ– [यस्मिन्] જેમાં [सम्यक्त्वचरित्रे सति] સમ્યક્ત્વ અને ચારિત્ર હોવા છતાં [तीर्थकराहारबन्धकौ] તીર્થંકર અને આહારક પ્રકૃતિનો બંધ કરનાર [योगकषायौ] યોગ અને કષાય [भवतः] થાય છે [पुनः] અને [असतिः न] નહોતા, થતા નથી અર્થાત્ સમ્યક્ત્વ અને ચારિત્ર વિના બંધના કર્તા યોગ અને કષાય થતા નથી [तत्] તે સમ્યક્ત્વ અને ચારિત્ર [अस्मिन्] આ બંધમાં [उदासीनम्] ઉદાસીન છે.
ટીકાઃ– ‘सम्यक्त्व चरित्रे सति योगकषायौ तीर्थकराहार बंधकौ भवतः तस्मात् तत्पुनः अस्मिन् उदासीनम्।’ અર્થઃ–સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર હોય ત્યારે જ યોગ અને કષાય તીર્થંકર તથા આહારકનો બંધ કરનાર થાય છે, તેથી રત્નત્રય તો પ્રકૃતિઓનો બંધ કરવામાં ઉદાસીન છે.
ભાવાર્થઃ– જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રગુણ પ્રગટ હોતા નથી ત્યારે પણ આત્માની સાથે કર્મોનો બંધ થાય છે અને જ્યારે એકદેશ સમ્યક્ચારિત્ર પ્રગટ થાય ત્યારે પણ આત્માની સાથે કર્મનો બંધ થાય છે, તેથી જણાય છે કે કર્મોનો બંધ કરવામાં કારણ યોગ–કષાયોનું થવું અને કર્મોના અબંધમાં કારણ યોગ–કષાયોનું ન થવું જ છે. ૨૧૮.
सकलजनसुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम्।। २१९।।