પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૭૭
અન્વયાર્થઃ– [ननु] શંકા–કોઈ પુરુષ શંકા કરે છે કે [रत्नत्रयधारिणां] રત્નત્રયના ધારક [मुनिवराणां] શ્રેષ્ઠ મુનિઓને [सकलजनसुप्रसिद्धः] સર્વજનોમાં સારી રીતે પ્રસિદ્ધ [देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः] દેવાયુ આદિ ઉત્તમ પ્રકૃતિઓનો બંધ [एवं] પૂર્વોક્ત પ્રકારે [कथम्] કેવી રીતે [सिद्धयति] સિદ્ધ થશે?
ટીકાઃ– ‘ननु रत्नत्रयधारिणां मुनिवराणां सकलजनसुप्रसिद्धः देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः एवं कथं सिद्धयति।’ અર્થઃ–અહીં કોઈ શંકા કરે કે રત્નત્રયના ધારક મુનિઓને દેવાયુ વગેરે શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે એવું જે શાસ્ત્રોમાં કથન છે તે કેવી રીતે સિદ્ધ થશે? ૨૧૯. તેનો ઉત્તરઃ–
आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।। २२०।।
અન્વયાર્થઃ– [इह] આ લોકમાં [रत्नत्रयं] રત્નત્રયરૂપ ધર્મ [निर्वाणस्य एव] નિર્વાણનું જ [हेतु] કારણ [भवति] થાય છે, [अन्यस्य] અન્ય ગતિનું [न] નહીં, [तु] અને [यत्] જે રત્નત્રયમાં [पुण्यं आस्रवति] પુણ્યનો આસ્રવ થાય છે, તે [अयम्] આ [अपराधः] અપરાધ [शुभोपयोगः] શુભોપયોગનો છે.
ટીકાઃ– ‘इह रत्नत्रयं निर्वाणस्य एव हेतुः भवति अन्यस्य न तु यत् पुण्यं आस्रवति अयं अपराधः शुभोपयोगः।’ અર્થઃ–આ લોકમાં રત્નત્રય મોક્ષનું જ કારણ છે, બીજી ગતિનું કારણ નથી. વળી રત્નત્રયના સદ્ભાવમાં જે શુભ પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તે બધો શુભકષાય અને શુભયોગથી જ થાય છે, અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે પણ રત્નત્રયનો નથી. ભિન્ન ભિન્ન કારણોથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તોપણ વ્યવહારથી એકબીજાનું પણ કાર્ય કહી દેવામાં આવે છે. ૨૨૦.
અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [एकस्मिन्] એક વસ્તુમાં [अत्यंतविरुद्धकार्ययोः] અત્યંત વિરોધી બે કાર્યોના [अपि] પણ [समवायात्] મેળથી [ताद्रशः अपि] તેવો જે [व्यवहारः] વ્યવહાર [रूढिम्] રૂઢિને [इतः] પ્રાપ્ત છે, [यथा] જેમ [इह] આ લોકમાં ‘‘[घृतम्] ઘી [दहति] બાળે છે’’–[इति] એ પ્રકારની કહેવત છે.