૧૭૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘हि एकस्मिन् अत्यंतविरुद्धकार्ययोः अपि समवायात् यथा घृतं दहति इति व्यवहारः अपि ताद्रशः व्यवहारः रूढिं इतः।’ અર્થઃ–નિશ્ચયથી એક અધિકરણમાં પરસ્પર વિરુદ્ધ બે કાર્યોનો બંધ થવાથી ‘જેમ ઘી બાળે છે’ એવો એકનો બીજામાં વ્યવહાર થઈ જાય છે, તેવી જ રીતે અહીં પણ વ્યવહાર પ્રસિદ્ધ થઈ ગયો છે કે સમ્યક્ત્વથી શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે.
ભાવાર્થઃ– જોકે ઘી બાળતું નથી તોપણ અગ્નિના સંબંધથી જ્યારે ઘી ગરમ થઈ જાય છે ત્યારે એવું જાણવામાં આવે છે કે ઘી બાળે છે. તેવી જ રીતે સમ્યક્ત્વનું કામ કર્મબંધ કરવાનું નથી તોપણ જ્યારે આત્મામાં સમ્યક્ત્વ અને રાગભાવ બન્ને મળી જાય છે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે સમ્યક્ત્વથી કર્મનો બંધ થાય છે. તેથી જ લોકમાં વ્યવહાર પણ એવો થાય છે કે સમ્યક્ત્વથી શુભકર્મોનો બંધ થાય છે, રત્નત્રયથી મોક્ષનો લાભ થાય છે. ૨૨૧.
मुख्योपचाररूपः प्रापयति परं पदं पुरुषम्।। २२२।।
અન્વયાર્થઃ– [इति] આ રીતે [एषः] આ પૂર્વકથિત [मुख्योपचाररूपः] નિશ્ચય અને વ્યવહારરૂપ [सम्यक्त्वबोधचारित्रलक्षणः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર લક્ષણવાળો [मोक्षमार्गः] મોક્ષનો માર્ગ [पुरुषम्] આત્માને [परं पदं] પરમાત્માનું પદ [प्रापयति] પ્રાપ્ત કરાવે છે.
ટીકાઃ– ‘सम्यक्त्वबोधचारित्रलक्षणः इतिः एषः मोक्षमार्गः मुख्योपचाररूपः पुरुषं परं पदं प्रापयति।’ અર્થઃ–સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણ સ્વરૂપ જ મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ નિશ્ચય–વ્યવહાર એમ બે પ્રકારનો જ આત્માને મોક્ષ પહોંચાડે છે.
ભાવાર્થઃ– નિશ્ચયમોક્ષમાર્ગ સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાધક છે તથા વ્યવહારમોક્ષમાર્ગ પરંપરાએ મોક્ષમાર્ગનો સાધક છે અર્થાત્ વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે. ૨૨૨.
गगनमिव परमपुरुषः परमपदे स्फुरति विशदतमः।। २२३।।