Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 224.

< Previous Page   Next Page >


Page 179 of 186
PDF/HTML Page 191 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૭૯

અન્વયાર્થઃ– [नित्यमपि] હંમેશાં [निरुपलेपः] કર્મરૂપી રજના લેપ રહિત [स्वरूपसमवस्थितः] પોતાના અનંતદર્શન–જ્ઞાન સ્વરૂપમાં સારી રીતે ઠરેલો [निरुपघातः] ઉપઘાત રહિત અને [विशदतमः] અત્યંત નિર્મળ [परमपुरुषः] પરમાત્મા [गगनम् इव] આકાશની જેમ [परमपदे] લોકશિખરસ્થિત મોક્ષસ્થાનમાં [स्फुरति] પ્રકાશમાન થાય છે.

ટીકાઃ– ‘नित्यम् अपि निरुपलेपः स्वरूपसमवस्थितः निरुपघातः विशदतमः परमपुरुषः गगनम् इव परमपदे स्फुरति।’ અર્થઃ–સદાકાળ કર્મમળ રહિત, પોતાના સ્વરૂપમાં સ્થિત, કોઈના પણ ઘાતરહિત, અત્યંત નિર્મળ એવા જે પરમાત્મા સિદ્ધ ભગવાન છે તે મોક્ષમાં આકાશ સમાન દૈદીપ્યમાન રહે છે.

ભાવાર્થઃ– પુરુષ નામ જીવનું છે અને પરમ પુરુષ નામ પરમાત્મા સિદ્ધ ભગવાનનું છે. જીવ તો નર–નારકાદિ ચારે ગતિઓમાં પોતાના આયુષ્ય પ્રમાણે થોડા કાળ સુધી જ રહે છે અને સિદ્ધભગવાન મોક્ષમાં સદા અનંતકાળ સુધી રહે છે. સંસારી જીવ કર્મરૂપી મેલથી મલિન છે, સિદ્ધ ભગવાન કર્મમળથી રહિત છે. સંસારી જીવ પુણ્ય–પાપરૂપી લેપથી લિપ્ત છે, સિદ્ધ ભગવાન આકાશ સમાન નિર્લેપ છે. સંસારી જીવ વિભાવ પરિણતિના યોગથી સદા દેહાદિરૂપે થઈ રહ્યો છે, સિદ્ધ ભગવાન સદા નિજસ્વરૂપમાં જ વિરાજમાન રહે છે. સંસારના જીવ બીજા જીવોનો ઘાત કરે છે અને બીજાઓ દ્વારા હણાય છે પણ સિદ્ધ ભગવાન કોઈ જીવને હણતા નથી કે કોઈ જીવો વડે હણાતા નથી. આવા સિદ્ધ ભગવાન અખંડ, અવિનાશી, નિર્મળ, પોતાના સ્વરૂપમાં સ્થિત સદાકાળ મોક્ષમાં જ બિરાજમાન રહે છે. ૨૨૩.

પરમાત્માનું સ્વરૂપ

कृतकृत्यः परमपदे परमात्मा सकलविषयविषयात्मा।
परमानन्दनिमग्नो ज्ञानमयो नन्दति सदैव।। २२४।।

અન્વયાર્થઃ– [कृतकृत्यः] કૃતકૃત્ય [सकलविषयविषयात्मा] સમસ્ત પદાર્થો જેમના વિષય છે એવા અર્થાત્ સર્વ પદાર્થોના જ્ઞાતા [परमानन्दनिमग्नः] વિષયાનન્દથી રહિત જ્ઞાનાનંદમાં અતિશય મગ્ન [ज्ञानमयः] જ્ઞાનમય જ્યોતિરૂપ [परमात्मा] મુક્તાત્મા [परमपदे] સૌથી ઉપર મોક્ષપદમાં [सदैव] નિરંતર જ [नन्दति] આનંદરૂપે સ્થિત છે.

ટીકાઃ– ‘परमात्मा कृतकृत्यः सकलविषयविषयात्मा (विरतात्मा) वा परमानन्द