૧૮૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય निमग्नः ज्ञानमयः परमपदे सदैव नन्दति।’ અર્થઃ–સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી, સકલ પદાર્થોને પોતાના જ્ઞાનમાં વિષય કરનાર અથવા સકળ પદાર્થોથી વિરક્ત, પરમ સુખમાં નિમગ્ન અને કેવળજ્ઞાનસહિત મોક્ષમાં નિરંતર આનંદ કરે છે.
ભાવાર્થઃ– સંસારના જીવોને અનેક કાર્ય કરવાની અભિલાષા છે તેથી કૃતકૃત્ય નથી, સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી તેથી કૃતકૃત્ય છે. જગતના જીવ મોક્ષથી વિમુખ છે અને સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજમાન છે. સંસારના જીવો વિષય વિકાર સહિત છે, સિદ્ધ ભગવાન વિષય વિકાર રહિત છે. સંસારના જીવ અનેક શરીરો ધારણ કરીને દુઃખી થઈ રહ્યા છે, સિદ્ધ ભગવાન મન, વચન, કાયાથી રહિત છે. ઇત્યાદિ અનંત ગુણો સહિત સિદ્ધ ભગવાન છે. ૨૨૪.
અન્વયાર્થઃ– [मन्थाननेत्रम्] રવઈ–વલોણાને ખેંચનાર [गोपी इव] ગોવાલણની જેમ [जैनी नीतिः] જિનેન્દ્રદેવની સ્યાદ્વાદનીતિ અથવા નિશ્ચય–વ્યવહારરૂપ નીતિ [वस्तुतत्त्वम्] વસ્તુના સ્વરૂપને [एकेन] એક સમ્યગ્દર્શનથી [आकर्षन्ती] પોતા તરફ ખેંચે છે, [इतरेण] બીજાથી અર્થાત્ સમ્યગ્જ્ઞાનથી [श्लथयन्ती] શિથિલ કરે છે અને [अन्तेन] અન્તિમ અર્થાત્ સમ્યક્ચારિત્રથી સિદ્ધરૂપ કાર્યને ઉત્પન્ન કરવાથી [जयति] સર્વની ઉપર વર્તે છે. (અથવા બીજો અન્વયાર્થ)
અન્વયાર્થઃ– [मन्थानेत्रम्] રવઈને ખેંચનાર [गोपी इव] ગોવાલણની જેમ જે [वस्तुतत्त्वम्] વસ્તુના સ્વરૂપની [एकेन अन्तेन] એક અંતથી અર્થાત્ દ્રવ્યાર્થિકનયથી [आकर्षन्ती] આકર્ષણ કરે છે–ખેંચે છે, અને વળી [इतरेण] બીજા પર્યાયાર્થિકનયથી [श्लथयन्ती] શિથિલ કરે છે, તે [जैनीनीतिः] જૈનમતની ન્યાયપદ્ધતિ [जयति] જયવંતી છે.
ટીકાઃ– मन्थाननेत्रं गोपी इव जैनी नीतिः वस्तुतत्त्वं एकेन आकर्षन्ती इतरेण श्लथयन्ती अन्तेन जयति। અર્થઃ–વલોણામાં રવઈ ખેંચનાર ગોવાલણની જેમ જિનેન્દ્ર ભગવાનની જે નીતિ અર્થાત્ વિવક્ષા છે તે વસ્તુરૂપને એક નય–વિવક્ષાથી ખેંચતી, બીજી નય– વિવક્ષાથી ઢીલી મૂકતી અંતે અર્થાત્ બન્ને વિવક્ષાઓથી જયવંત રહે.