પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૮૧
ભાવાર્થઃ– ભગવાનની વાણી સ્યાદ્વાદરૂપ અનેકાન્તાત્મક છે. વસ્તુનું સ્વરૂપ પ્રધાન તથા ગૌણનયની વિવક્ષાથી કરવામાં આવે છે. જેમ કે જીવદ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દ્રવ્યાર્થિકનયની વિવક્ષાથી નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે, એ જ નય–વિવક્ષા છે. ૨૨પ.
[નોંધઃ– આ શ્લોકમાં એમ બતાવ્યું છે કે શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતાથી કથન છે અને કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે, પણ તેનો અર્થ એમ નથી કે સાચો ધર્મ કોઈ વખતે વ્યવહારનય (અભૂતાર્થનય)ના આશ્રયથી થાય અને કોઈવાર નિશ્ચયનય (ભૂતાર્થનય)ના આશ્રયથી થાય છે; ધર્મ તો સદાય નિશ્ચયનય અર્થાત્ ભૂતાર્થનયના વિષયના આશ્રયથી જ થાય છે. મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે થાય છે પણ મોક્ષમાર્ગ બે નથી. સરાગતાથી પણ મોક્ષમાર્ગ તથા વીતરાગતાથી પણ મોક્ષમાર્ગ–એમ પરસ્પર વિરુદ્ધતાથી તથા સંશયરૂપ મોક્ષમાર્ગ નથી.]
वाक्यैः कृतं पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः।। २२६।।
અન્વયાર્થઃ– [चित्रैः] અનેક પ્રકારના [वर्णैः] અક્ષરો વડે [कृतानि] રચાયેલા [पदानि] પદ, [पदैः] પદોથી [कृतानि] બનાવેલા [वाक्यानि] વાકયો છે, [तु] અને [वाक्यैः] તે વાકયોથી [पुनः] પછી [इदं] આ [पवित्रं] પવિત્ર–પૂજ્ય [शास्त्रम्] શાસ્ત્ર [कृतं] બનાવવામાં આવ્યું છે, [अस्माभिः] અમારાથી [न ‘किमपि कृतम्’] કાંઈ પણ કરાયું નથી.
ટીકાઃ– चित्रैः वर्णैः पदानि कृतानि तु पदैः वाक्यानि कृतानि वाक्यैः पवित्रं शास्त्रं कृतं पुनः अस्माभिः न। અર્થઃ–સ્વામી અમૃતચન્દ્ર મહારાજ ગ્રન્થ પૂર્ણ કરતાં પોતાની લઘુતા બતાવે છે અને કહે છે કે આ ગ્રંથ મેં બનાવ્યો નથી. તો પછી કોણે બનાવ્યો છે?–તો કહે છે કે અનેક પ્રકારના સ્વર, વ્યંજન, વર્ણ અનાદિ કાળના છે, તે વર્ણોથી પદ અનાદિનાં છે, તથા પદોથી વાકય બને છે અને તે વાકયોએ આ પવિત્ર શાસ્ત્ર બનાવ્યું છે, અમે કાંઈ પણ બનાવ્યું નથી.