૧૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય देशनायाः अविकलं फलं प्राप्नोति’– તે જ શિષ્ય ઉપદેશનું સંપૂર્ણ ફળ પામે છે.
ભાવાર્થઃ– શ્રોતામાં અનેક ગુણ જોઈએ. પરંતુ વ્યવહાર અને નિશ્ચયને જાણીને એક પક્ષના હઠાગ્રહીરૂપ ન થવું એ ગુણ મુખ્ય જોઈએ. કહ્યું છે કે–
एकेण विणा छिज्जइ तित्थं, अप्णेण पुण तच्चं।।
અર્થઃ– જો તું જિનમતમાં પ્રવર્તે છે તો વ્યવહાર અને નિશ્ચયને ન છોડ. જો નિશ્ચયનો પક્ષપાતી થઈ વ્યવહારને છોડીશ તો રત્નત્રયસ્વરૂપ ધર્મતીર્થનો અભાવ થશે. અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ નિશ્ચયને છોડીશ તો શુદ્ધ તત્ત્વસ્વરૂપનો અનુભવ નહિ થાય. તેથી પહેલાં વ્યવહાર–નિશ્ચયને બરાબર જાણી પછી યથાયોગ્યપણે એને અંગીકાર કરવા, પક્ષપાતી ન થવું એ જ ઉત્તમશ્રોતાનું લક્ષણ છે. અહીં પ્રશ્નઃ–જે નિશ્ચય–વ્યવહારના જાણપણારૂપ ગુણ વક્તાનો કહ્યો હતો તે જ શ્રોતાનો કહ્યો તેમાં વિશેષ શું આવ્યું? ઉત્તરઃ–જે ગુણ વક્તામાં અધિકપણે હોય તે જ શ્રોતામાં હીનતાપણે–થોડા અંશે હોય છે. એ રીતે વક્તા અને શ્રોતાનું વર્ણન કર્યું. ૮.