૩૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય કર્મના ઉદયમાં તે પ્રતીતિ શક્તિરૂપ રહે છે તે કદીપણ તે કર્મના ઉદયને શ્રદ્ધાનમાં પોતાનો જાણે તો તેને મિથ્યાત્વી કહીએ.
વળી તે જ્ઞાની કર્મના ઉદયને પરાધીન દુઃખ જાણે છે. પરંતુ પોતાના શુદ્ધોપયોગના બળ વિના પૂર્વબદ્ધ કર્મને વશ થઈ કર્મના ઔદયિક ભાવોમાં પ્રવર્તે છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન પરિણમનરૂપ તો નિર્બાધપણે નિરન્તર જ છે, પણ જ્ઞાનોપયોગ અપેક્ષાથી જોવામાં આવે તો સામાન્યરૂપ અથવા વિશેષરૂપ, શક્તિ અવસ્થામાં કે વ્યક્ત અવસ્થામાં સદાકાળ હોય છે.
પ્રશ્નઃ– ભલે, આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષ તો નથી, પણ અતિવ્યાપ્તિ દોષ તો લાગે છે? કારણ કે દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત સાત તત્ત્વોને જ માને છે, અન્યમતના કલ્પિત તત્ત્વોને માનતા નથી. લક્ષણ તો એવું કહેવું જોઈએ કે લક્ષ્ય વિના બીજા સ્થાનમાં ન હોય.
ઉત્તરઃ– દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત તત્ત્વને જ માને છે, પરંતુ વિપરીત અભિનિવેશ સહિત માને છે, શરીરાશ્રિત ક્રિયાકાંડને પોતાના જાણે છે, તેથી અજીવતત્ત્વમાં જીવતત્ત્વ માન્યું. વળી આસ્રવબંધરૂપ ૧શીલ, સંયમાદિકરૂપ પરિણામ તેને સંવર–નિર્જરારૂપ માની મોક્ષનું કારણ માને છે. દ્રવ્યલિંગી પાપથી તો વિરક્ત થયો છે પણ પુણ્યમાં ઉપાદેયબુદ્ધિથી પરિણમ્યો છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. આ રીતે (વિપરીત અભિપ્રાય રહિત) તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અંગીકાર કરવું. ૨૨.
સમ્યક્ત્વના આઠ અંગોનું વર્ણન.
किमु सत्यमसत्यं वा न जातु
અન્વયાર્થઃ– [अखिलज्ञैः] સર્વજ્ઞદેવે [उक्तं] કહેલો [इदं] આ [सकलं] સમસ્ત [वस्तुजातं] વસ્તુસમૂહ [अनेकान्तात्मकं] અનેક સ્વભાવરૂપ છે તે [किमु सत्यं] શું સત્ય છે? [वा असत्यं] અથવા જૂઠ છે [इति] એવી [शंका] શંકા [जातु] કદીપણ [न] ન [कर्तव्या] કરવી જોઈએ. _________________________________________________________________ ૧. શીલ શુભભાવરૂપ વ્યવહાર બ્રહ્મચર્ય.