પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૩૧
ટીકાઃ– ‘‘अखिलज्ञैः इदं सकलं वस्तुजातं अनेकान्तात्मकं उक्तं किमु सत्यं वा असत्यं वा। जातु इति शंका न कर्तव्या’’– સર્વજ્ઞદેવે આ સમસ્ત જીવાદિ પદાર્થોનો સમૂહ અનેકાન્તાત્મક એટલે અનેક સ્વભાવસહિત કહ્યો છે તે શું સાચું છે કે જૂઠું છે–કદી એવી શંકા ન કરવી.
ભાવાર્થઃ– શંકા નામ સંશયનું છે. જિનપ્રણીત પદાર્થોમાં સંદેહ ન કરવો તેને ૧ નિઃશંકિત નામનું અંગ કહીએ. ૨૩.
एकान्तवाददूषितपरसमयानपि च
અન્વયાર્થઃ– [इह] આ [जन्मनि] લોકમાં [विभवादीनि] ઐશ્વર્ય, સંપદા આદિ, [अमुत्र] પરલોકમાં [चिक्रत्वकेशवत्वादीन्] ચક્રવર્તી, નારાયણઆદિ પદોને [च] અને [एकान्तवाददूषितपरसमयान्] એકાન્તવાદથી દૂષિત અન્ય ધર્મોને [अपि] પણ [न आकांक्षेत्] ચાહે નહિ.
ટીકાઃ– ‘‘इह जन्मनि विभवादीनि न आकांक्षेत्’’ સમ્યગ્દ્રષ્ટિ આ લોકમાં તો સંપદા વગેરે અને પુત્રાદિને ચાહે નહિ. ‘च अमुत्र चक्रित्व केशवत्वादीन् न आकांक्षेत्’– વળી પરલોકમાં ચક્રવર્તીપદ, નારાયણપદ અને આદિ શબ્દથી ઈન્દ્રાદિ પદને ચાહતા નથી. ‘एकान्तवाददूषितपरसमयान् अपि न आकांक्षेत्– વસ્તુના એકાન્તસ્વભાવનું કથન કરવાને લીધે દૂષણ સહિત જે અન્યમત તેને પણ ચાહતા નથી.
ભાવાર્થઃ– નિઃકાંક્ષિત નામ વાંચ્છા રહિતનું છે. કારણ કે આ લોક સંબંધી પુણ્યના ફળને ચાહતા નથી તેથી સમ્યક્ત્વી પુણ્યના ફળરૂપ ઈન્દ્રિયના વિષયોને _________________________________________________________________
૧. સ્વામી સમંતભદ્રાચાર્યકૃત રત્નકરંડશ્રાવકાચાર ગા ૧૧ માં કહ્યું છે કે– તત્ત્વ આ જ છે, આવું જ છે, અન્ય નથી અથવા બીજી રીતે નથી. એવી નિષ્કમ્પ તલવારની તીક્ષ્ણધાર સમાન સન્માર્ગમાં સંશય રહિત રુચિ–વિશ્વાસને નિઃશંકિત અંગ કહે છે.
૨. નિઃકાંક્ષા (વિષયોની–વિષયના સાધનોની અભિલાષા–આશાને કાંક્ષા કહે છે) અર્થાત્ કર્મને વશ થઈને, અંતવાળા, ઉદયમાં દુઃખમિશ્રિત અને પાપના બીજરૂપ સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન થવું તે નિઃકાંક્ષિત અંગ છે. (રત્ન૦ શ્રા૦ ગા૦ ૧૨)