૩૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય આકુળતાના નિમિત્ત હોવાથી દુઃખરૂપ જ માને છે. વળી અન્યમતી નાના પ્રકારની એકાન્તરૂપ કલ્પના કરે છે તેને ભલા જાણી ચાહતા નથી. ૨૪.
અન્વયાર્થઃ– [क्षुत्तृष्णाशीतोष्णप्रभृतिषु] ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે [नानाविधेषु] નાના પ્રકારના [भावेषु] ભાવોમાં અને [पुरीषादिषु] વિષ્ટા આદિ [द्रव्येषु] પદાર્થોમાં [विचिकित्सा] ગ્લાનિ [नैव] ન [करणीया] કરવી જોઈએ.
ટીકાઃ– ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ વગેરે નાના પ્રકારના દુઃખદાયક પર્યાયો અને અપવિત્ર વિષ્ટા આદિ પદાર્થોમાં ગ્લાનિ ન કરવી.
ભાવાર્થઃ– વિચિકિત્સા નામ અણગમાનું છે, અથવા ગ્લાનિનું છે. તેનાથી રહિત તે નિર્વિચિકિત્સા. પાપના ઉદયથી દુઃખદાયક ભાવનો સંયોગ થતાં ઉદ્વેગરૂપ ન થવું, કારણ કે ઉદયાધીન કાર્ય પોતાને વશ નથી. એ દુઃખથી અમૂર્તિક આત્માનો ઘાત પણ નથી. વળી વિષ્ટાદિ નિંદ્ય વસ્તુમાં ગ્લાનિરૂપ ન થવું કારણ કે વસ્તુનો એવો જ સ્વભાવ છે. એમાં આત્માને શું? અથવા જે શરીરમાં આ આત્મા વસે છે તેમાં તો બધી જ વસ્તુ નિંદ્ય છે. ૨પ.
_________________________________________________________________
૧. નિર્વિચિકિત્સા અંગ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી પવિત્ર પરન્તુ સ્વાભાવિક અપવિત્ર શરીરમાં (મુનિ–ધર્માત્માના મલિન શરીરમાં) ગ્લાનિ–સૂગ ન કરવી પણ તેમના ગુણોમાં પ્રીતિ કરવી તેને નિર્જુગુપ્સા અંગ કહે છે (રત્ન૦ શ્રા૦ ગા૦ ૧૩)
૨. અમૂઢત્વ દુઃખદાયક ખોટા માર્ગો અથવા કુત્સિતધર્મોમાં અને કુમાર્ગોમાં રહેલાં પુરુષોમાં (ભલે તે લૌકિકમાં પ્રખ્યાત હોય) મનથી પ્રામાણિક માને નહી, કાયાથી પ્રશંસા અને વચનથી સ્તુતિ ન કરે તેને અમૂઢદ્રષ્ટિ કહે છે (ગા૦ ૧૪)
૩. સમયાભાસ યથાર્થમાં જે પદાર્થ તત્ત્વાર્થ નથી પણ ભ્રમબુદ્ધિથી તેવાં દેખાવા લાગે, જેમકે મિથ્યાદ્રષ્ટિઓનાં બનાવેલાં શાસ્ત્ર યથાર્થમાં તો શાસ્ત્ર નથી જ પરન્તુ ભ્રમથી શાસ્ત્ર જેવાં ભાસે છે તે શાસ્ત્રાભાસ–સમયાભાસ છે.