Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 27.

< Previous Page   Next Page >


Page 33 of 186
PDF/HTML Page 45 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૩૩

અન્વયાર્થઃ– [लोके] લોકમાં, [शास्त्राभासे] શાસ્ત્રાભાસમાં, [समयाभासे] ધર્માભાસમાં [च] અને [देवाभासे] દેવાભાસમાં [तत्त्वरुचिना] તત્ત્વોમાં રુચિવાળા સમ્યગ્દ્રષ્ટિ પુરુષે [नित्यमपि] સદાય [अमूढद्रष्टित्वम्] મૂઢતારહિત શ્રદ્ધાન [कर्तव्यम्] કરવું જોઈએ.

ટીકાઃ– ‘‘तत्त्वरुचिना नित्यं अपि अमूढद्रष्टित्वं कर्तव्यम्’’–તત્ત્વશ્રદ્ધાનવાળા પુરુષે હંમેશા અમૂઢદ્રષ્ટિ થવું યોગ્ય છે. મૂઢદ્રષ્ટિ યથાર્થ જ્ઞાનરહિતનું નામ છે, તે શ્રદ્ધાનવાળા થવું યોગ્ય નથી. કયાં કયાં?

लोके લોકમાં ઘણા માણસો વિપરીત ભાવમાં પ્રવર્તતા હોય તોપણ પોતે તેમની જેમ (દેખાદેખીથી) ન પ્રવર્તવું.

शास्त्राभासे શાસ્ત્ર જેવા લાગતા, અન્ય વાદીઓએ નીપજાવેલા ગ્રન્થોમાં રુચિરૂપ ન પ્રવર્તવું

समयाभासे સાચા મત જેવા લાગતા અન્યમતમાં કોઈ ક્રિયા ભલી જેવી દેખીને તેમાં ભલું જાણીને ન પ્રવર્તવું. અથવા સમય એટલે પદાર્થ સરખાં લાગે તેવાં અન્યવાદીઓએ કહેલાં કલ્પિત તત્ત્વો તેમાં યુક્તિ જેવું જોઈને સત્યબુદ્ધિ ન કરવી.

देवताभासे દેવ જેવા પ્રતિભાસે એવા, અરિહંત દેવ સિવાય અન્ય દેવોમાં કાંઈક ચમત્કારાદિ દેખીને વિનયરૂપ ન પ્રવર્તવું કાર વડે બીજા પણ જે ગુરુ જેવા પ્રતિભાસે એવા વિષય–કષાય વડે લંપટી, વેશધારીઓ તેના પ્રત્યે વિનયરૂપ ન પ્રવર્તવું. એ પ્રમાણે યથાર્થ જ્ઞાનથી ભ્રષ્ટ થવાના કારણો તેમાં સાવધાન રહેવું. ૨૬.

ઉપગૂહન અંગ

धर्मोऽभिवर्द्धनीयः सदात्मनो मार्दवादिभावनया।
परदोषनिगूहनमपि
विघेयमुपबृंहणगुणार्थम्।। २७।।

અન્વયાર્થઃ– [उपबृंहणगुणार्थं] ઉપબૃંહણ નામના ગુણ અર્થે [मार्दवादिभावनया] માર્દવ, ક્ષમા, સંતોષાદિ ભાવનાઓ વડે [सदा] નિરંતર [आत्मनो धर्मः] પોતાના આત્માના ધર્મની અર્થાત્ શુદ્ધ સ્વભાવની [अभिवर्द्धनीयः] વૃદ્ધિ કરવી _________________________________________________________________

૧. ઉપગુહનત્વ મોક્ષમાર્ગ પોતે તો શુદ્ધ જ છે તેની અશક્ત અને અજ્ઞાની જીવોના આશ્રયે થતી નિંદાને દૂર કરવી તેને ઉપગૂહન કહે છે [સ્વસન્મુખતાના બળ વડે શુદ્ધિની વૃદ્ધિ કરવી તેને ઉપબૃંહણ અંગ કહે છે.] (ગા ૧પ રત્ન શ્રાવકાચાર)