૩૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય જોઇએ અને [परदोषनिगूहनमपि] બીજાના દોષોને ગુપ્ત રાખવા પણ [विधेयम्] જોઈએ. (એ પણ કર્તવ્ય છે.)
ટીકાઃ– ‘‘उपबृंहणं गुणार्थ मार्दवादिभावनया सदा आत्मनः धर्मः अभिवर्द्धनीयः’’। ઉપબૃંહણ નામના ગુણને માટે માર્દવ એટલે કોમળ પરિણામ અને આદિ શબ્દથી ક્ષમા, સંતોષાદિની ભાવના વડે સદા પોતાના આત્માનો નિજ સ્વભાવ પ્રગટપણે વધારવો.‘परदोषनिगूहनमपि विघेयम्।’– અન્ય જીવના જે કોઈ અક્રિયારૂપ દોષ હોય તેને પ્રગટ ન કરવા, દાબી દેવા એ પણ કરવું.
ભાવાર્થઃ– ઉપબૃંહણ નામ વધારવાનું છે. પોતાના આત્માનો ધર્મ વધારવો. વળી આ ધર્મનું નામ ઉપગૂહન પણ કહ્યું છે. તે અપેક્ષાએ દોષ ઢાંકવાનું કહ્યું. બીજાના દોષ પ્રગટ કરવાથી તેને દુઃખ ઊપજે છે. ૨૭.
અન્વયાર્થઃ– [कामक्रोधमदादिषु] કામ, ક્રોધ, મદ, લોભાદિ વિકાર [न्यायात् वर्त्मनः] ન્યાયમાર્ગથી અર્થાત્ ધર્મમાર્ગથી चिलयितुम्] વિચલિત કરવાને માટે [उदितेषु] પ્રગટ થયા હોય ત્યારે [श्रुतं] શાસ્ત્ર અનુસાર [आत्मनः परस्य च] પોતાની અને પરની [स्थितिकरणं] સ્થિરતા [अपि] પણ [कार्यम्] કરવી જોઈએ.
ટીકાઃ– ‘‘काम क्रोध मदादिषु न्यायात् वर्त्मनः चलयितुं उदितेषु आत्मनः परस्य च श्रुतं युक्त्या स्थितिकरणं अपि कार्यम्।’’ મૈથુનના ભાવ, ક્રોધના, માનના ભાવ અને આદિ શબ્દથી લોભાદિકના ભાવ ન્યાયરૂપ ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરનારા છે, માટે તે પ્રગટ થતાં પોતાને અને અન્ય જીવોને શાસ્ત્ર પ્રમાણે યુક્તિવડે ધર્મમાં સ્થિર કરવા તે કાર્ય પણ શ્રદ્ધાનવાળાએ કરવા યોગ્ય છે.
ભાવાર્થઃ– ભ્રષ્ટને ધર્મમાં સ્થાપવો તેનું નામ સ્થિતિકરણ કહીએ. ધર્મથી જે ભ્રષ્ટ થાય છે તે કામ, ક્રોધાદિને વશ થવાથી થાય છે. તેથી જો એના નિમિત્તે _________________________________________________________________
૧. સ્થિતિકરણત્વ સમ્યગ્દર્શનથી અને સમ્યગ્ચારિત્રથી ચલાયમાન થતાં જીવોને ધર્મવત્સલ વિદ્વાનો દ્વારા સ્થિરીભૂત કરવામાં આવે તેને સ્થિતિકરણ અંગ કહે છે. (ગા૦ ૧૬)