Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 29-30.

< Previous Page   Next Page >


Page 35 of 186
PDF/HTML Page 47 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૩પ પોતાના પરિણામ ભ્રષ્ટ થાય તો પોતે યુક્તિ વડે ધર્મમાં સ્થિર થવું, અન્ય જીવ ભ્રષ્ટ થાય તો તેને જેમ બને તેમ ધર્મમાં દ્રઢ કરવો. ૨૮.

૭. વાત્સલ્ય અંગ

अनवरतमहिंसायां शिवसुखलक्ष्मीनिबन्धने धर्मे।
सर्वेष्वपि च सधर्मिषु
परमं वात्सल्यमालम्ब्यम्।। २९।।

અન્વયાર્થઃ– [शिवसुखलक्ष्मी निबन्धने] મોક્ષસુખરૂપ સંપદાના કારણભૂત [धर्मे] ધર્મમાં [अहिंसायां] અહિંસામાં [च] અને [सर्वेष्वपि] બધાય [सधार्मिषु] સાધર્મીજનોમાં [अनवरतं] સતત [परमं] ઉત્કૃષ્ટ [वात्सल्यं] વાત્સલ્ય અથવા પ્રીતિનું [आलम्ब्यम्] આલંબન કરવું જોઈએ.

ટીકાઃ– મોક્ષસુખની સંપદાના કારણભૂત એવો જે હિંસારહિત જિનપ્રણીત ધર્મ તેમાં અને તે ધર્મસહિત એવા બધાય ધર્મીઓમાં ઉત્કૃષ્ટ વાત્સલ્ય નિરંતર રાખવું.

ભાવાર્થઃ– વાત્સલ્ય ગાયને વાછરડા પ્રત્યે હોય તેવી પ્રીતિને કહે છે. જેમ વાછરડા પ્રત્યેના પ્રેમને લીધે ગાય સિંહની સામે જાય છે–એવા વિચારથી કે મારું ભક્ષણ કરીને આ વાછરડાનું ભલું થઈ જાય તો ઘણું સારું. એવી પ્રીતિ ધર્મમાં અને ધર્માત્મા સાધર્મીમાં જોઈએ. જે તન, મન, ધન, –સર્વસ્વ ખરચીને પોતાની પ્રીતિ પાળે. ૨૯.

૮ પ્રભાવના અંગ

आत्मा प्रभावनीयो रत्नत्रयतेजसा सततमेव।
दान तपोजिनपूजाविद्यातिशयैश्च जिनधर्मः।। ३०।।

અન્વયાર્થઃ– [सततमेव] નિરંતર[रत्नत्रयतेजसा] રત્નત્રયના તેજથી [आत्मा] પોતાના આત્માને [प्रभावनीयः] પ્રભાવનાયુક્ત કરવો જોઈએ. [च] અને [दानतपोजिनपूजाविद्यातिशयैः] દાન, તપ, જિનપૂજન અને વિદ્યાના અતિશયથી અર્થાત્ એની વૃદ્ધિ કરીને [जिनधर्मः] જૈનધર્મની [प्रभावनीयः] પ્રભાવના કરવી જોઈએ. _________________________________________________________________

૧. વાત્સલ્ય પોતાના સમૂહના ધર્માત્મા જીવોનો સાચા ભાવથી કપટ રહિત, યથાયોગ્ય સત્કાર કરવો તે.