Purusharth Siddhi Upay (Gujarati). Samyak-Gnan Adhikar Shlok: 31-32.

< Previous Page   Next Page >


Page 37 of 186
PDF/HTML Page 49 of 198

 

સમ્યગ્જ્ઞાન અધિકાર

इत्याश्रितसम्यक्त्वैः सम्यग्ज्ञानं निरुप्य यत्नेन।
आम्नाययुक्तियोगैः समुपास्यं नित्यमात्महितैः।। ३१।।

पृथगाराधनमिष्टं दर्शनसहभाविनोऽपि बोधस्य।
लक्षणभेदेन यतो नानात्वं संभवत्यनयोः।। ३२।।

અન્વયાર્થઃ– [इति] એ રીતે [आश्रितसम्यक्त्वैः] જેમણે સમ્યકત્વનો આશ્રય લીધો છે તેવા [आत्महितैः] આત્માના હિતકારી પુરુષોએ [नित्यं] સર્વદા [आम्नाययुक्तियोगैः] જિનાગમની પરંપરા અને યુક્તિ અર્થાત્ પ્રમાણ નયના અનુયોગવડે [निरुप्य] વિચારીને [यत्नेन] પ્રયત્નપૂર્વક [सम्यग्ज्ञानं] સમ્યગ્જ્ઞાનનું [समुपास्यं] સારી રીતે સેવન કરવું યોગ્ય છે. [दर्शनसहभाविनोऽपि] સમ્યગ્દર્શનની સાથે ઉત્પન્ન થવા છતાં પણ [बोधस्य] સમ્યગ્જ્ઞાનનું [पृथगाराधनं] જુદું જ આરાધન કરવું [इष्टं] કલ્યાણકારી છે. [यतः] કારણ કે [अनयोः] આ બન્નેમાં અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં [लक्षणभेदेन] લક્ષણના ભેદથી [नानात्वं] ભિન્નતા [संभवति] સંભવે છે.

ટીકાઃ– ‘‘इत्याश्रित सम्यक्त्वैः आत्महितै च यत्नेन सम्यग्ज्ञानं समुपास्यम्’’– રીતે જેમણે સમ્યકત્વ અંગીકાર કર્યું એવા પોતાના આત્માનું હિત કરનાર ધર્માત્મા જીવોએ જે– તે ઉપાયે સમ્યગ્જ્ઞાન સેવવું યોગ્ય છે.

ભાવાર્થઃ– સમ્યકત્વને અંગીકાર કર્યા પછી સમ્યગ્જ્ઞાન ને અંગીકાર કરવું. किं कृत्य– કેવી રીતે સેવવું? ‘‘आम्नाययुक्तियोगैः निरुप्य’’ આમ્નાય એટલે જિનાગમની પરંપરા અને યુક્તિ એટલે પ્રમાણ– નયના અનુયોગથી સારી રીતે તે સમ્યગ્જ્ઞાનનો વિચાર–નિર્ણય કરીને તેનું સેવન કરવું.

ભાવાર્થઃ– જે પદાર્થનું સ્વરૂપ જિનાગમની પરંપરા સાથે મળતું આવે તેને પ્રમાણ– નયવડે પોતાના ઉપયોગમાં બરાબર ગોઠવી, યથાર્થ જાણે તેનું નામ સમ્યગ્જ્ઞાનનું સેવવું. તે પ્રમાણ–નયનું સ્વરૂપ થોડું લખીએ છીએ.