પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૩૯ છીએ. જેમ શાસ્ત્ર વડે લોકનું સ્વરૂપ જાણીએ. આ રીતે પાંચ ભેદ પરોક્ષ પ્રમાણના જાણવા.
શ્રુતજ્ઞાનપ્રમાણનો જે અંશ તેને નય કહીએ. પ્રમાણવડે જે પદાર્થ જાણ્યો હતો તેના એક ધર્મને મુખ્ય કરીને અનુભવ કરાવે તેને નય કહીએ. તેના બે ભેદ છે. (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) જે દ્રવ્યને મુખ્ય કરી અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય. તેના ત્રણ ભેદ છે.
૧. નૈગમ– જે સકંલ્પ માત્રથી પદાર્થનું ગ્રહણ કરવું–જાણવું તેને નૈગમ કહીએ. જેમકે કથરોટ બનાવવા માટે કોઈ લાકડું લેવા જાય છે, તેને કોઈએ પૂછયું, ‘‘તું કયાં જાય છે?’’ તેણે ઉત્તર આપ્યો કે હું કથરોટ લેવા જાઉ છું. જ્યાં તે જાય છે ત્યાં તેને કથરોટ તો નહિ મળે પણ ત્યાંથી લાકડું લાવી તે કથરોટ બનાવશે.
૨. સંગ્રહ– સામાન્યરૂપથી પદાર્થોના ગ્રહણને સંગ્રહનય કહીએ છીએ. જેમકે– છ જાતિના સમસ્ત દ્રવ્યો દ્રવ્યસંજ્ઞા–લક્ષણ સહિત છે. એ છ દ્રવ્યોના સમૂહને દ્રવ્ય કહેવું તે.
૩. વ્યવહારનય– સામાન્યરૂપથી જાણેલ દ્રવ્યના વિશેષ (ભેદ) કરવા તેને વ્યવહાર કહીએ. જેમકે દ્રવ્યના છ ભેદ કરવા. આ રીતે એટલા દ્રવ્યાર્થિકનય કહ્યા.
પર્યાયાર્થિકનયના ચાર ભેદ છે. ઋજુસૂત્રનય વર્તમાન પર્યાયમાત્રને જાણે છે. શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂતનય તે શબ્દનય છે.
પદાર્થમાં જ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન તો અવશ્ય થાય છે પરંતુ એના વિશેષ વડે જુદું આરાધન કરવાનું કહ્યું છે. શા માટે? ‘‘यतः लक्षणभेदेन अनयोः नानात्वं संभवति।’’ કારણ કે લક્ષણભેદથી એ બન્નેમાં ભિન્નપણું સંભવે છે. સમ્યકત્વનું લક્ષણ યથાર્થ શ્રદ્ધાન છે, આનું (– જ્ઞાનનું) લક્ષણ યથાર્થ જાણવું છે, તેથી એને જુદા કહ્યા. ૩૧–૩૨
આગળ સમ્યકત્વ પછી જ્ઞાન કહેવાનું કારણ બતાવે છેઃ–
ज्ञानाराधनमिष्टं सम्यक्त्वानन्तरं तस्मात्।। ३३।।