૪૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિને જાણપણું તો એકસરખું હોય છે છતાં સમ્યક્પણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિને મૂળભૂત જીવાદિ પદાર્થોની ખબર છે તેથી જેટલા ઉત્તર પદાર્થો (વિશેષ પદાર્થો) જાણવામાં આવે તે બધાને યથાર્થપણે સાધે છે તેથી સમ્યગ્દ્રષ્ટિના જ્ઞાનને સમ્યક્રૂપ કહ્યું છે. મિથ્યાદ્રષ્ટિને મૂળ પદાર્થોની ખબર નથી તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવામાં આવે તે સર્વને પણ અયથાર્થરૂપ સાધે છે તેથી મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને મિથ્યારૂપ કહીએ છીએ.૩પ.
આગળ આ સમ્યગ્જ્ઞાનનાં આઠ અંગ કહે છેઃ–
અન્વયાર્થઃ– [ग्रन्थार्थोभयपूर्णं] ગ્રન્થરૂપ [શબ્દરૂપ], અર્થરૂપ અને ઉભય અર્થાત્ શબ્દ અર્થરૂપ શુદ્ધતાથી પરિપૂર્ણ, [काले] કાળમાં અર્થાત્ અધ્યયનકાળમાં આરાધવા યોગ્ય, [विनयेन] મન, વચન, કાયાની શુદ્ધતાસ્વરૂપ વિનય [च] અને [सोपधानं] ધારણા યુક્ત [बहुमानेन] અત્યંત સન્માનથી અર્થાત્ દેવ–ગુરુ–શાસ્ત્રનાં વંદન, નમસ્કારાદિ [समन्वितं] સહિત તથા [अनिह्नवं] વિદ્યાગુરુને છુપાવ્યા વિના [ज्ञानं] જ્ઞાન [आराध्यम्] આરાધવા યોગ્ય છે.
ટીકાઃ– ‘ज्ञानं आराध्यम्’ શ્રદ્ધાવાન પુરુષોએ સમ્યગ્જ્ઞાન આરાધવા યોગ્ય છે. કેવું છે જ્ઞાન? ‘ग्रन्थार्थोभयपूर्णम्’– શબ્દરૂપ છે, અર્થરૂપ છે, અને ઉભયથી પૂર્ણ છે.
ભાવાર્થઃ– ૧. વ્યંજનાચાર– જ્યાં માત્ર શબ્દના પાઠનું જ જાણપણું હોય તેને વ્યંજનાચાર અંગ કહીએ.
૨. અર્થાચાર– જ્યાં કેવળ અર્થ માત્રના પ્રયોજન સહિત જાણપણું હોય તેને અર્થાચાર કહીએ અને
૩. ઉભયાચાર–જ્યાં શબ્દ અને અર્થ બન્નેમાં સમ્પૂર્ણ જાણપણું હોય તેને શબ્દાર્થ ઉભયપૂર્ણ અંગ કહીએ. આ ત્રણ અંગ કહ્યા. વળી જ્ઞાન કયારે આરાધવું?
૪. કાલાચાર– કાળે જે કાળે જે જ્ઞાનનો વિચાર જોઈએ તે જ કરવો (સૂર્યોદય, સૂર્યાસ્ત, બપોર અને મધ્યરાત્રિ તેના પહેલા અને પછીના મુહૂર્ત તે સંધ્યાકાળ છે, તે કાળ છોડીને બાકીના ચાર ઉત્તમ કાળોમાં પઠન–પાઠનાદિરૂપ સ્વાધ્યાય