પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૪૩ કરવો તેને કાલાચાર કહે છે. ચારે સંધ્યાકાળની છેલ્લી બે ઘડીઓમાં, દિગૂદાહ, ઉલ્કાપાત, વજ્રપાત, ઈન્દ્રધનુષ્ય, સૂર્ય–ચંદ્રગ્રહણ, તોફાન, ભૂકમ્પ, આદિ ઉત્પાતોના કાળે સિદ્ધાન્તગ્રન્થોનું પઠન–પાઠન વર્જિત છે. હાં, સ્તોત્ર–આરાધના, ધર્મકથાદિકના ગ્રંથ વાંચી શકાય છે.)
પ. વિનયાચાર– વળી કેવી રીતે જ્ઞાન આરાધવું? विनयेनનમ્રતાયુક્ત થવું, ઉદ્ધત ન થવું.
૬. ઉપધાનાચાર– વળી કેવું જ્ઞાન આરાધવું? सोपधानंધારણા સહિત જ્ઞાનને ભૂલવું નહિં; ઉપધાનસહિત ખૂબ જ્ઞાનનું આરાધન કરવું તે છઠ્ઠું અંગ છે.
૭. બહુમાનાચાર– તથા કેવું છે જ્ઞાન? बहुमानेन समन्वितम्જ્ઞાનનો, પુસ્તક– શાસ્ત્રનો અથવા શીખવનારનો ખૂબ આદર કરવો–તે સહિત જ્ઞાનનું આરાધન તે સાતમું અંગ છે.
૮. અનિહ્નવાચાર– વળી કેવું જ્ઞાન? ‘अनिह्नवंજે શાસ્ત્ર તથા ગુરુથી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. આ આઠ અંગ (સમ્યગ્જ્ઞાનના વિનયનાં) છે. આ રીતે સમ્યગ્જ્ઞાન અંગીકાર કરવું. ૩૬.
એમ શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ–ઉપાય જેનું બીજું નામ જિનપ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યગ્જ્ઞાન વર્ણન નામનો બીજો અધિકાર.