પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૪પ જેમ જાણ્યા વિના ઔષધિનું સેવન કરે તો મરણ જ થાય, તેમ જ્ઞાન વિના ચારિત્રનું સેવન સંસાર વધારે છે. જીવ વિનાના મૃત શરીરમાં ઈન્દ્રિયના આકાર શા કામના? તેમ જ્ઞાન વિના શરીરનો વેશ કે ક્રિયાકાંડના સાધનથી શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતી નથી. ‘तस्मात् ज्ञानानन्तरं चारित्राराधनं उक्तम्’– માટે સમ્યગ્જ્ઞાન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કહ્યું છે. ૩૮.
सकलकषायविमुक्तं विशदमुदासीनमात्मरुपं तत्।। ३९।।
અન્વયાર્થઃ– [यतः] કારણ કે [तत्] તે [चारित्रं] ચારિત્ર [समस्तसावद्ययोगपरिहरणात्] સમસ્ત પાપયુક્ત મન, વચન, કાયાના યોગના ત્યાગથી, [सकलकषायविमुक्तं] સંપૂર્ણ કષાય રહિત, [विशदं] નિર્મળ, [उदासीनं] પરપદાર્થોથી વિરક્તતારૂપ અને [आत्मरुपं] આત્મસ્વરૂપ [भवति] હોય છે.
ટીકાઃ– ‘यतः समस्त सावद्ययोगपरिहरणात् चारित्रं भवति’– સમસ્ત પાપસહિત મન, વચન, કાયાના યોગનો ત્યાગ કરવાથી ચારિત્ર થાય છે. મુનિ પહેલાં સામાયિક ચારિત્ર અંગીકાર કરે છે ત્યારે એવી પ્રતિજ્ઞા કરે છે. ‘अहं सर्वसावद्ययोगविरतोऽस्मि’– હું સર્વપાપસહિતના યોગનો ત્યાગી છું. કેવું છે. ચારિત્ર? ‘सकलकषायविमुक्तम्’– સમસ્ત કષાયોથી રહિત છે. સમસ્ત કષાયનો અભાવ થતાં યથાખ્યાત ચારિત્ર થાય છે. વળી કેવું છે? ‘विशदम्’– નિર્મળ છે. આત્મસરોવર કષાયરૂપી કાદવથી મેલું હતું કષાય જતાં સહેજે નિર્મળતા થઈ. વળી કેવું છે? ‘उदासीनम्’– પરદ્રવ્યથી વિરક્ત સ્વરૂપ છે. ‘तत् आत्मरुपं वर्तते– તે ચારિત્ર આત્માનું સ્વરૂપ છે. કષાયરહિત જે આત્માનું સ્વરૂપ પ્રગટ થયું તે જ સદાકાળ રહેશે, તે અપેક્ષાએ આત્માનું સ્વરૂપ છે, નવીન આવરણ કદીપણ નથી. સામાયિક ચારિત્રમાં સકળચારિત્ર થયું પણ સંજ્વલન કષાયના સદ્ભાવથી મલિનતા ન ગઈ. તેથી જ્યારે સકળ કષાયરહિત થયા ત્યારે યથાખ્યાત નામ પામ્યું, જેવું ચારિત્રનું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું.
પ્રશ્નઃ– શુભોપયોગરૂપ ભાવ છે તે ચારિત્ર છે કે નહિ?
ઉત્તરઃ– શુભોપયોગરૂપ વિશુદ્ધ પરિણામોથી હોય છે. વિશુદ્ધતા નામ મંદ કષાયનું છે. તેથી કષાયની હીનતાથી કથંચિત્ ચારિત્ર નામ પામે છે.