૪૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રશ્નઃ– દેવ–ગુરુ–શાસ્ત્ર, શીલ, તપ, સંયમાદિમાં અત્યંત રાગરૂપ પ્રવર્તે તેને મંદ કષાય કેવી રીતે કહેવાય?
ઉત્તરઃ– વિષય–કષાયાદિના રાગની અપેક્ષાએ તે મંદ કષાય જ છે. કારણ કે એના રાગમાં ક્રોધ, માન, માયા તો છે જ નહિ. એને પ્રીતિભાવની અપેક્ષાએ લોભ છે. તેમાં પણ કાંઈ સાંસારિક પ્રયોજન નથી, તેથી લોભ–કષાયની પણ મંદતા છે. ત્યાં પણ જ્ઞાની જીવ રાગભાવના પ્રેર્યા, અશુભ રાગ છોડી શુભ રાગમાં પ્રવર્તે છે, શુભ રાગને ઉપાદેયરૂપ તો શ્રદ્ધતા નથી પણ તેને પોતાના શુદ્ધોપયોગરૂપ ચારિત્રમાં મલિનતાનું કારણ જ જાણે છે. અશુભોપયોગમાં તો કષાયની તીવ્રતા થઈ છે તેથી તે કોઈ પણ પ્રકારે ચારિત્ર નામ પામતુ નથી. ૩૯.
कार्त्स्न्यैकदेशविरतेश्चारित्रं जायते द्विविधम्।। ४०।।
અન્વયાર્થઃ– [हिंसात] હિંસાથી, [अनृतवचनात्] અસત્ય ભાષણથી, [स्तेयात्] ચોરીથી, [अब्रह्मतः] કુશીલથી અને [परिग्रहतः] પરિગ્રહથી [कार्त्स्न्यैकदेशविरते] સર્વદેશ અને એકદેશ ત્યાગથી તે [चारित्रं] ચારિત્ર [द्विविधम्] બે પ્રકારનું [जायते] હોય છે.
ટીકાઃ– ‘चारित्रं द्विविधं जायते’– ચારિત્ર બે પ્રકારે ઊપજે છે. કેવી રીતે? ‘हिंसातः, अनृतवचनात्, स्तेयात्, अब्रह्मतः, परिग्रहतः, कार्त्स्न्यैकदेशविरतेः– હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના સર્વદેશ અને એકદેશ ત્યાગથી. ચારિત્રના બે ભેદ છે.
ભાવાર્થઃ– હિંસાદિકનું વર્ણન આગળ કરીશું. તેના સર્વથા ત્યાગને સકળચારિત્ર કહીએ અને એકદેશ ત્યાગને દેશચારિત્ર કહીએ. ૪૦.
આગળ આ બન્ને પ્રકારના ચારિત્રના સ્વામી બતાવે છેઃ–
या त्वेकदेशविरतिर्निरतस्तस्यामुपासको भवति।। ४१।।