પ૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય જોઈએ. એમ કહીને સ્વચ્છંદે પ્રવર્તે છે તે જીવે દયાના આચરણનો નાશ કર્યો. બાહ્યમાં તો નિર્દય થયો જ અને અંતરંગ નિમિત્ત પામી પરિણામ અશુદ્ધ થાય જ થાય; તેથી તે અંતરંગની અપેક્ષાએ પણ નિર્દય થયો. કેવો છે તે જીવ? બાહ્ય દ્રવ્યરૂપ અન્ય જીવની દયામાં આળસુ છે, પ્રમાદી છે અથવા આ સૂત્રનો બીજી રીતે અર્થ કરીએ છીએ. ‘यः निश्चयं अबुध्यमानः तमेव निश्चयतः संश्रयते सः बालः करुणा आचरणं नाशयति’– જે જીવ નિશ્ચયનયના સ્વરૂપને નહિ જાણીને વ્યવહારરૂપ જે બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ છે તેને જ નિશ્ચયથી મોક્ષમાર્ગ જાણી અંગીકાર કરે છે તે જીવ શુદ્ધોપયોગરૂપ જે આત્માની દયા તેનો નાશ કરે છે.
ભાવાર્થઃ– જે જીવ નિશ્ચયનયનું સ્વરૂપ તો જાણે નહિ, કેવળ વ્યવહારમાત્ર બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ કરે, ઉપવાસાદિકને અંગીકાર કરે, એ પ્રમાણે બાહ્ય વસ્તુમાં હેય– ઉપાદેયબુદ્ધિરૂપે પ્રવર્તે છે, તે જીવ પોતાના સ્વરૂપ અનુભવરૂપ શુદ્ધોપયોગમય અહિંસા ધર્મનો નાશ કરે છે. કેવો છે તે જીવ? ‘बहिः करणालसः’– ઉદ્યમ વડે તેણે અશુભોપયોગનો તો ત્યાગ કર્યો પણ બાહ્ય પરજીવની દયારૂપ ધર્મ તેના જ સાધનમાં આળસુ થઈને બેસી રહ્યો, શુદ્ધોપયોગ ભૂમિકામાં ચઢવાનો ઉદ્યમ કરતો નથી. આ રીતે એકાંતપક્ષવાળાનો નિષેધ કર્યો. આગળ દ્રવ્યહિંસા અને ભાવહિંસાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારના ભંગ બતાવે છે. પ૦.
તેના આઠ સૂત્ર કહે છેઃ–
कृत्वाप्यपरो हिंसा हिंसाफलभाजनं न स्यात्।। ५१।।
અન્વયાર્થઃ– [हि] ખરેખર [एकः] એક જીવ [हिंसां] હિંસા [अविधाय अपि] ન કરવા છતાં પણ [हिंसाफलभाजनं] હિંસાના ફળને ભોગવવાને પાત્ર [भवति] બને છે અને [अपरः] બીજો [हिंसा कृत्वा अपि] હિંસા કરીને પણ [हिंसाफलभाजनं] હિંસાનું ફળ ભોગવવાને પાત્ર [न स्यात्] થતો નથી.
ટીકાઃ– ‘हि एकः हिंसां अविधाय अपि हिंसाफलभाजनं भवति’ નિશ્ચયથી કોઈ એક જીવ હિંસા ન કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર બને છે.
ભાવાર્થઃ– કોઈ જીવે બાહ્ય હિંસા તો કરી નથી પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો છે તેથી તે જીવ ઉદયકાળમાં હિંસાનું ફળ ભોગવે છે. ‘अपरः हिंसां कृत्वा अपि