પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ પપ हिंसाफलभाजनं न स्यात्’– બીજો કોઈ જીવ હિંસા કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર થતો નથી.
ભાવાર્થઃ– કોઈ જીવે શરીર સંબંધથી બાહ્ય હિંસા તો ઉપજાવી છે પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો નથી, તેથી તે જીવ હિંસાના ફળનો ભોક્તા થતો નથી. પ૧.
અન્વયાર્થઃ– [एकस्य] એક જીવને તો [अल्पा] થોડી [हिंसा] હિંસા [काले] ઉદયકાળે [अनल्पम्] ઘણું [फलम्] ફળ [ददाति] આપે છે. અને [अन्यस्य] બીજા જીવને [महाहिंसा] મોટી હિંસા પણ [परिपाके] ઉદયના સમયે [स्वल्पफला] બિલકુલ થોડું ફળ આપનારી [भवति] થાય છે.
ટીકાઃ– ‘एकस्य अल्पा हिंसा काले अनल्पं फलं ददति’– કોઈ એક જીવને થોડી પણ હિંસા ઉદયકાળે ઘણું ફળ આપે છે.
ભાવાર્થઃ– કોઈ જીવે બાહ્ય હિંસા તો થોડી જ કરી, પણ પ્રમાદી થઈને કષાયરૂપ ઘણો પરિણમ્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ ઘણું પામે છે. ‘अन्यस्य महाहिंसा परिपाके स्वल्पफला भवति’–બીજા કોઈ જીવને મોટી હિંસા ઉદયકાળે થોડું જ ફળ આપે છે.
ભાવાર્થઃ– કોઈ જીવે કોઈ કારણ પામીને બાહ્ય હિંસા તો ઘણી કરી, પણ તે ક્રિયામાં ઉદાસીન રહ્યો, કષાય થોડો કર્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ પણ થોડું જ પામે છે. પ૨.
અન્વયાર્થઃ– [सहकारिणोः अपि हिंसा] એક સાથે મળીને કરેલી હિંસા પણ [अत्र] આ [फलकाले] ઉદયકાળે [वैचिक्र्यम्] વિચિત્રતાને [व्रजति] પામે છે અને [एकस्य] કોઈને [सा एव] તે જ હિંસા [तीव्रं] તીવ્ર [फलं] ફળ [दिशति] દેખાડે છે અને [अन्यस्य] કોઈને [सा एव] તે જ [हिंसा] હિંસા [मन्दम्] ઓછું ફળ આપે છે.