પ૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય [अनस्य] બીજા કોઈ પુરુષને [सैव] તે જ [हिंसा] હિંસા [विपुलं] ઘણી [अहिंसाफलं] અહિંસાનું ફળ [दिशति] આપે છે.
[तु अपरस्य] અને બીજા કોઈને [अहिंसा] અહિંસા [परिणामे] ઉદયકાળમાં [हिंसाफलं] હિંસાનું ફળ [ददाति] આપે છે, [तु पुनः] તથા [इतरस्य] બીજા કોઈને [हिंसा] હિંસા [अहिंसाफलं] અહિંસાનું ફળ [दिशति] આપે છે, [अन्यत् न] બીજું નહિ.
ટીકાઃ– ‘तु अपरस्य अहिंसा परिणामे हिंसाफलं ददाति’– બીજા કોઈ જીવને અહિંસા છે તે ઉદયના પરિણામમાં હિંસાનું ફળ આપે છે.
ભાવાર્થઃ– કોઈને અંતરંગમાં તો કોઈ જીવનું અહિત કરવાના પરિણામ છે, પણ બાહ્યમાં તેનો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ભલું કરે છે અથવા બૂરું કરે તોપણ તેના પુણ્યના ઉદયથી આના નિમિત્તે તેનું ભલું થઈ જાય છે. ત્યાં બહારમાં તો તેની દયા કરી પણ અંતરંગમાં પરિણામવડે તો હિંસા છે માટે હિંસાનું ફળ આપે છે, બીજું ફળ આપતી નથી.
ભાવાર્થઃ– કોઈના અંતરંગમાં દયાના ભાવથી તે યત્ન કરીને પ્રવર્તે છે છતાં તેને તત્કાલ પીડા થાય છે. અથવા યત્ન કરવા છતાં એના જ નિમિત્તે તેના પ્રાણઘાત થયા. ત્યાં બહારમાં તો તેની હિંસા જ થઈ, પણ અંતરંગ પરિણામવડે અહિંસાનું ફળ પામે છે. પ૬–પ૭.
गुरवो भवन्ति शरणं प्रबुद्धनयचक्रसञ्चाराः।। ५८।।
અન્વયાર્થઃ– [इति] એ રીતે [सुदुस्तरे] અત્યંત મુશ્કેલીથી પાર કરી શકાય તેવા અને [विविधभङ्गगहने] નાના પ્રકારના ભંગોવડે ગહન વનમાં [मार्गमूढद्रष्टीनाम्] માર્ગ ભૂલેલા પુરુષોને [प्रबुद्धनयचक्रसञ्चाराः] અનેક પ્રકારના નય સમૂહને જાણનાર [गुरवः] શ્રીગુરુઓ જ [शरणं] શરણ [भवन्ति] થાય છે.
ટીકાઃ– ‘इति सुदुस्तरे विविधभङ्गगहने मार्गमूढद्रष्टीनां गुरवः शरणं भवन्ति’– આ રીતે સુગમપણે જેનો પાર પમાતો નથી એવા અનેક પ્રકારના ભંગીરૂપી ગહન વનમાં સત્યશ્રદ્ધાનસ્વરૂપમાર્ગમાં જેની દ્રષ્ટિ ભ્રમિત થઈ છે તેમને શ્રીગુરુ જ શરણ છે. તેમના દ્વારા જ સત્યમાર્ગનું સ્વરૂપ જાણી શકાય છે. કેવા છે ગુરુ? ‘प्रबुद्धनय–