૬૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય એકેંદ્રિયાદિ જીવસમાસના ભેદ જાણવા અથવા જ્યાં જ્યાં જીવ ઊપજવાનાં સ્થાન છે તે જાણવા જોઈએ. તેનું યથાસ્થાને વર્ણન હોય જ છે.
૨. હિંસક– હિંસા કરનાર જીવને હિંસક કહીએ. ત્યાં પ્રમાદભાવરૂપે પરિણમેલા અથવા અયત્નાચારમાં પ્રવર્તતા જીવને હિંસક જાણવા.
૩. હિંસા–હિંસ્યને પીડા ઉપજાવવી અથવા તેમનો ઘાત કરવો તે હિંસા છે. તેનું વર્ણન આગળ કર્યું છે.
૪. હિંસાફળ–હિંસાથી જે કાંઈ ફળ થાય તેને હિંસાફળ કહે છે. આ લોકમાં તો હિંસક જીવ નિંદા પામે છે, રાજા વડે દંડ પામે છે, જેની એ હિંસા કરવા ઈચ્છે છે તેને જો લાગ આવે તો આનો ઘાત કરે છે. વળી પરલોકમાં નરકાદિ ગતિ પામે છે, ત્યાં શરીરના નાના પ્રકારના છેદન–ભેદનાદિ અને નાના પ્રકારની માનસિક વેદના પામે છે. નરકનું વર્ણન કોણ કયાં સુધી લખે! સર્વ દુઃખનો જ સમુદાય છે. તિર્યંચાદિનું દુઃખ પ્રત્યક્ષ જ ભાસે છે. એ બધું હિંસાનું ફળ છે. આ રીતે હિંસ્યને જાણી પોતે તેને ઘાતે નહી, હિંસકને જાણી પોતે તેવો ન થાય, હિંસાને જાણી તેનો ત્યાગ કરે અને હિંસાનું ફળ જાણી તેનાથી ભયભીત રહે. માટે આ ચાર ભેદ જાણવા. ૬૦.
આગળ જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેણે પહેલાં શું કરવું તે કહે છેઃ–
हिंसाव्युपरतिकामैर्मोक्तव्यानि प्रथममेव।। ६१।।
અન્વયાર્થઃ– [हिंसाव्युपरतिकामैः] હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષોએ [प्रथममेव] પ્રથમ જ [यत्नेन] યત્નપૂર્વક [मद्यं] દારૂ–શરાબ, [मासं] માંસ, [क्षौद्रं] મધ અને [पञ्चोदुम्बरफलानि] ૧પાંચ ઉદુમ્બર ફળો [मोक्तव्यानि] છોડી દેવા જોઈએ.
ટીકાઃ– ‘हिंसाव्युपरतिकामैः प्रथमं एव यत्नेन, मद्यं, मांसं क्षौद्रं, पञ्चउदुम्बरफलानि मोक्तव्यानि’–જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેમણે પહેલાં જ યત્નપૂર્વક દારૂ, માંસ, મધ અને પાંચ ઉદુંબર ફળ–આ આઠ વસ્તુઓ ત્યાગવા યોગ્ય છે. ૬૧. _________________________________________________________________ ૧. પાંચ ઉદુમ્બર ફળનાં નામ–ઉમરો, કઠુંબર, વડ, પીપર અને પીપળાનાં ફળ અથવા ગુલરના ફળ.