પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૬૧
ત્યાં પ્રથમ જ મદ્યના દોષ કહે છેઃ–
विस्मृतधर्मा जीवो र्हिंसामविशङ्कमाचरति।। ६२।।
અન્વયાર્થઃ– [मद्यं] દારૂ [मनो मोहयति] મનને મોહિત કરે છે, અને [मोहितचित्तः] મોહિત ચિત્ત પુરુષ [तु] તો [धर्मम्] ધર્મને [विस्मरति] ભૂલી જાય છે તથા [विस्मृतधर्मा] ધર્મને ભૂલી ગયેલો [जीवः] જીવ [अविशङ्कम्] નીડર થઈને બેધડક [हिंसाम्] હિંસા [आचरति] આચરે છે.
ટીકાઃ– ‘मद्यं मनः मोहयति’– મદિરા મનને મોહિત કરે છે. મદિરા પીધા પછી કાંઈ ખબર રહેતી નથી. ‘तु मोहितचित्तः धर्मं विस्मरति’– અને મોહિત ચિત્તવાળો મનુષ્ય ધર્મને ભૂલી જાય છે. ખબર વિના ધર્મને કોણ સંભાળે? ‘विस्मृतधर्मा जीवः अविशङ्कम् हिंसाम् आचरति’– ધર્મને ભૂલેલો જીવ નિઃશંકપણે હિંસા આચરે છે. ધર્મની ખબર ન હોવાથી હિંસા કરવામાં ડર શેનો હોય? માટે મદિરા હિંસાનું પરંપરા કારણ છે. ૬૨.
આગળ મદિરાને હિંસાનું સાક્ષાત્ કારણ કહે છેઃ–
मद्यं भजतां तेषां हिंसा संजायतेऽवश्यम्।। ६३।।
અન્વયાર્થઃ– [च] અને [मद्यं] મદિરા [बहूनां] ઘણા [रसजानां जीवानां] રસથી ઉત્પન્ન થયેલા જીવોનું [योनिः] ઉત્પત્તિસ્થાન [इष्यते] માનવામાં આવે છે. તેથી જે [मद्यं] મદિરાનું [भजतां] સેવન કરે છે તેને [तेषां] તે જીવોની [हिंसा] હિંસા [अवश्यम्] અવશ્ય જ [संजायते] થાય છે.
ટીકાઃ– ‘च मद्यं रसजानां जीवानां बहूनां योनिः इष्यते’– મદિરા રસથી ઉત્પન્ન થયેલા ઘણા એકેન્દ્રિયાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન છે તેથી ‘मद्यं भजतां तेषां हिंसा अवश्यं संजायते’– જે મદિરાપાન કરે છે તેમને તે મદિરાના જીવોની હિંસા અવશ્યમેવ થાય છે મદિરામાં જીવ ઊપજ્યા હતા તે બધાને આ પી ગયો તો હિંસા કેમ ન થાય? ૬૩.