પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૬પ
અન્વયાર્થઃ– [मधु] મધ, [मद्यं] મદિરા, [नवनीतं] માખણ [च] અને [पिशितं] માંસ [महाविकृतः] મહાન વિકારોને ધારણ કરેલા [ताः] આ ચારે પદાર્થો [व्रतिना] વ્રતી પુરુષે [न वल्भ्यन्ते] ભક્ષણ કરવા યોગ્ય નથી. કારણ કે [तत्र] તે વસ્તુઓમાં [तद्वर्णाः] તે જ જાતિના [जन्तवः] જીવ રહે છે.
ટીકાઃ– ‘व्रतिना मधु मद्यं नवनीतं च पिशितं ताः महाविकृतयः न वल्भ्यन्ते’– વ્રતધારી જીવોએ મધ, મદિરા, માખણ૧ અને માંસ જે ઘણા વિકારને ધારણ કરે છે. તે અને બીજી પણ વિકારયુક્ત વસ્તુઓનું ભક્ષણ ન કરવું જોઈએ. મધનું એક ટીપું પણ માખીની હિંસાથી મળે છે. જે મન્દબુદ્ધિ મધ ખાય છે તે અત્યંત હિંસક છે. જે સ્વયમેવ ટપકેલ અથવા કપટ કરીને મધપૂડામાંથી મધ લે તે પણ હિંસક છે. કારણ કે મધને આશ્રયે રહેલા જીવોની હિંસા તે સમયે પણ થાય છે. વ્રતી પુરુષ આ વસ્તુઓનું ભક્ષણ કરે નહિ. શા માટે? ‘तत्र तद्वर्णाः जन्तवः’– તે વસ્તુમાં તેવા જ રંગવાળા ઘણા જીવો હોય છે. જેવી તે વસ્તુ છે તેવા જ તેમાં જીવ હોય છે. બીજી વસ્તુઓ કહેતાં ચામડાના સ્પર્શવાળું ધી, તેલ, જળ અથવા અથાણાં, વિષ, માટી ઈત્યાદિ અભક્ષ્યનો ત્યાગ કરવો. મુખ્યપણે મધ, માંસ, મધનો ત્યાગ કરાવ્યો પછી બીજી પણ અભક્ષ્ય વસ્તુઓ છોડવાનો ઉપદેશ કર્યો. ૭૨.
આગળ પાંચ ઉદુમ્બર ફળના દોષ દેખાડે છેઃ–
અન્વયાર્થઃ– [उदुम्बरयुग्मं] ઉમર, અંજીર [प्लक्षन्यग्रोधपिप्पलफलानि] પીપળો, વડ અને પીપળનાં ફળ [त्रसजीवानां] ત્રસ જીવોની [योनिः] ખાણ છે [तस्मात्] તેથી [तद्भक्षणे] તેના ભક્ષણમાં [तेषां] તે ત્રસ જીવોની [हिंसा] હિંસા થાય છે. _________________________________________________________________
૧. માખણ માટે અભક્ષ્યપણું એ રીતે કહ્યું છે કે દહીંથી જુદું પાડેલું માખણ અંતર્મૃહૂર્તમાં તપાવી ગરમ કરી લેવું જોઈએ નહિતર તે અભક્ષ્ય થાય છે.