પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૭૯
અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [यत्र] જે વચનમાં [तैः परक्षेत्रकालभावैः] તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી [असत् अपि] અવિદ્યમાન હોવા છતાં પણ [वस्तुरूपं] વસ્તુનું સ્વરૂપ [उद्भाव्यते] પ્રકટ કરવામાં આવે છે [तत्] તે [द्वितीयं] બીજું [अनृतम्] અસત્ય [स्यात्] છે, [यथा] જેમકે [अस्मिन्] અહીં [घट अस्ति] ઘડો છે.
ટીકાઃ– ‘हि यत्र तैः परद्रव्यक्षेत्रकालभावैः वस्तुरूपं असत् अपि उद्भाव्यते तत् द्वितीयं अनृतं’– નિશ્ચયથી જે વચનમાં પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પદાર્થ સત્તારૂપ નથી તોપણ ત્યાં પ્રગટ કરવું તે બીજું અસત્ય છે. તેનું ઉદાહરણઃ–‘यथा अस्मिन् घटः अस्तिः’– જેમ કે અહીં ઘડો છે.
ભાવાર્થઃ– કોઈ ક્ષેત્રમાં ઘડો તો હતો નહિ તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જ નહોતાં; બીજો પદાર્થ હતો તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હતાં. કોઈએ પૂછયું કે અહીં ઘડો છે કે નહિ? ત્યાં ઘડો છે એમ કહેવું તે બીજો અસત્યનો ભેદ થયો, કેમકે નાસ્તિરૂપ વસ્તુને અસ્તિ કહી.
अनृतमिदं च तृतीयं विज्ञेयं गौरिति यथाऽश्वः।। ९४।।
અન્વયાર્થઃ– [च] અને [अस्मिन्] જે વચનમાં [स्वरूपात्] પોતાના ચતુષ્ટયથી [सत् अपि] વિદ્યમાન હોવા છતાં પણ [वस्तु] પદાર્થ [पररूपेण] અન્ય સ્વરૂપે [अभिधीयते] કહેવામાં આવે છે તે [इदं] આ [तृतीयं अनृतं] ત્રીજું અસત્ય [विज्ञेयं] જાણવું [यथा] જેમ [गौः] બળદ [अश्वः] ઘોડો છે [इति] એમ કહેવું તે.
ટીકાઃ– ‘च यस्मिन् सत् अपि वस्तु पररूपेण अभिधीयते इदं तृतीयं अनृतं विज्ञेयं’– જે વચનમાં પોતાનાં ચતુષ્ટયમાં વિદ્યમાન હોવા છતાં પણ તે પદાર્થને અન્ય પદાર્થરૂપે કહેવો તે ત્રીજું અસત્ય જાણવું. તેનું ઉદાહરણઃ– यथा गौः अश्वः–જેમ કે બળદને ઘોડો કહેવો તે.
ભાવાર્થઃ– કોઈ ક્ષેત્રમાં બળદ પોતાના ચતુષ્ટયમાં હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં શું છે? ત્યારે એમ કહેવામાં આવે કે અહીં ઘોડો છે, તે ત્રીજો અસત્યનો ભેદ છે. વસ્તુને અન્યરૂપે કહેવી તે. ૯૪.