૮૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
सामान्येन त्रेधा मतिमदमनृतं तुरीयं तु।। ९५।।
અન્વયાર્થઃ– [तु] અને [इदं] આ [तुरीयं] ચોથું [अनृतं] અસત્ય [सामान्येन] સામાન્યરૂપે [गर्हितम्] ગર્હિત, [अवद्यसंयुतम्] પાપ સહિત [अपि] અને [अप्रियम्] અપ્રિય– એ રીતે [त्रेधा] ત્રણ પ્રકારનું [मतम्] માનવામાં આવ્યું છે. [यत्] કે જે [वचनरूपं] વચનરૂપ [भवति] છે.
ટીકાઃ– ‘तु इदं तुरीयं अनृतं सामान्येन त्रेधा मतम्–यत् अपि वचनरूपं गर्हितं अवद्यसंयुतं अप्रियं भवति’– આ ચોથો જૂઠનો ભેદ ત્રણ પ્રકારે છે. ૧. વચનથી નિંદાના શબ્દો કહેવા. ૨.હિંસા સહિત વચન બોલવાં, ૩. અપ્રિય વચન અર્થાત્ બીજાને ખરાબ લાગે તેવાં વચન બોલવાં. આ ત્રણ ભેદ છે. ૯પ.
अन्यदपि यदुत्सूत्रं तत्सर्वं गर्हितं गदितम्।। ९६।।
અન્વયાર્થઃ– [पैशून्यहासगर्भं] દુષ્ટતા અથવા કુથલીરૂપ હાસ્યવાળું [कर्कशं] કઠોર, [असमञ्जसं] મિથ્યાશ્રદ્ધાનવાળું [च] અને [प्रलपितं] પ્રલાપરૂપ (બકવાદ) તથા [अन्यदपि] બીજું પણ [यत्] જે [उत्सूत्रं] શાસ્ત્ર–વિરુદ્ધ વચન છે [तत्सर्वं] તે બધાંને [गर्हितं] નિંદ્ય વચન [गदितम्] કહ્યું છે.
ટીકાઃ– ‘यत् वचनं पैशून्यहासगर्भं कर्कशं असमञ्जसं प्रलपितं च अन्यत् अपि उत्सूत्रं तत् गर्हितम् गदितम्’– જે વચન દુષ્ટતા સહિતનું હોય, બીજા જીવનું બૂરું કરનાર હોય, પોતાને રૌદ્રધ્યાન થાય તેવું હોય, તથા હાસ્યમિશ્રિત હોય, અન્ય જીવના મર્મને ભેદનારું હોય, પોતાને પ્રમાદ કરાવનારું હોય, કર્કશ–કઠોર હોય, અસમંજસ–મિથ્યાશ્રદ્ધા કરાવનાર હોય અને અપ્રમાણરૂપ હોય તે તથા બીજાં પણ જે શાસ્ત્ર–વિરુદ્ધ વચનો છે તે બધાં ગર્હિત વચનમાં જ ગર્ભિત છે. ૯૬.