૮૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [यत्] જે કારણે [अस्मिन्] આ [सर्वस्मिन्नपि] બધાં જ વચનોમાં [प्रमत्तयोगैकहेतुकथनं] પ્રમાદ સહિત યોગ જ એક હેતુ કહેવામાં આવ્યો છે, [तस्मात्] તેથી [अनृतवचने] અસત્ય વચનમાં [अपि] પણ [हिंसा] હિંસા [नियतं] નિશ્ચિતરૂપે [समवतरति] આવે છે.
ટીકાઃ– यत् अस्मिन् सर्वस्मिन् अपि अनृतवचने प्रमत्तयोगैकहेतुकथनं अस्ति तस्मात् अनृतवचने हिंसा नियतं समवतरति’– અર્થઃ– આ સર્વ પ્રકારનાં જૂઠ વચનોમાં પ્રમાદયોગ જ કારણ છે તેથી જૂઠું વચન બોલવામાં હિંસા અવશ્ય જ થાય છે, કારણ કે હિંસા પ્રમાદથી જ થાય. પ્રમાદ વિના હિંસા થાય નહિ. જ્યાં પ્રમાદ ન હોય ત્યાં હિંસા હોય નહિ. અને જ્યાં પ્રમાદ છે ત્યાં હિંસા અવશ્ય થાય છે. ‘‘प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा’’ इति वचनात्– (પ્રમાદના યોગથી પ્રાણોનો ઘાત કરવો તે હિંસા છે એ વચન પ્રમાણે.) ૯૯.
हेयानुष्ठानादेरनुवदनं भवति
અન્વયાર્થઃ– [सकलवितथवचनानाम्] સમસ્ત જૂઠ વચનોનો [प्रमत्तयोगे] પ્રમાદસહિત યોગ [हेतौ] હેતુ [निर्दिष्टे सति] નિર્દિષ્ટ કરવામાં આવ્યો હોવાથી [हेयानुष्ठानादेः] હેય–ઉપાદેયાદિ અનુષ્ઠાનોનું [अनुवदनं] કહેવું [असत्यम्] જૂઠ [न भवति] નથી.
ટીકાઃ– ‘सकल वितथ वचनानां प्रमत्तयोगे हेतौ निर्दिष्टे सति हेयानुष्ठानादेः अनुवदनं असत्यं न भवति’– અર્થઃ– સમસ્ત જૂઠ વચનોનું કારણ પ્રમાદસહિત યોગને બતાવીને હેય અને ઉપાદેયનું વારંવાર કથન કરવું–ઉપદેશ કરવો તે જૂઠ નથી.
ભાવાર્થઃ– જૂઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે; ત્યાં પાપની નિંદા કરતાં પાપી જીવને તેમનો ઉપદેશ બૂરો લાગે, અથવા કોઈને ધર્મોપદેશ આપવાથી ખરાબ લાગે, તે દુઃખ પામે, પણ તે આચાર્યોને જૂઠનો દોષ લાગતો નથી. કેમકે તેમને પ્રમાદ (કષાય) નથી. પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદસહિત યોગથી વચન બોલવાં તે જ જૂઠ છે, અન્યથા નહિ. ૧૦૦.