૮૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તેને જ ચોરી કહે છે. તે જ ચોરી હિંસા છે. કેમકે પોતાના અને પરના જીવના પ્રાણઘાતનું કારણ છે.
ભાવાર્થઃ– પોતાને ચોરી કરવાના ભાવ થયા તે ભાવહિંસા અને જે પોતાને ચોર જાણતાં પ્રાણનો વિયોગ કરવામાં આવે તે દ્રવ્યહિંસા. જે જીવની વસ્તુ ચોરવામાં આવી તેને અંતરંગમાં પીડા થઈ તે તેની ભાવહિંસા છે અને તે વસ્તુના નિમિત્તે તેના જે દ્રવ્યપ્રાણ પુષ્ટ હતા તે પુષ્ટ પ્રાણોનો નાશ થયો, તે દ્રવ્યપ્રાણોમાં પીડા થઈ એ કારણે પરની દ્રવ્યહિંસા. આ રીતે ચોરી કરવાથી ચોરી કરનારની તથા જેની ચોરી થઈ છે તેની દ્રવ્યહિંસા અને ભાવહિંસા બન્ને પ્રકારે થાય છે. ૧૦૨.
અન્વયાર્થઃ– [यः] જે [जनः] મનુષ્ય [यस्य] જે જીવના [अर्थान्] પદાર્થો અથવા ધન [हरति] હરે છે [सः] તે મનુષ્ય [तस्य] તે જીવના [प्राणान्] પ્રાણ [हरति] હરે છે, કેમકે જગતમાં [ये] જે [एते] આ [अर्था नाम] ધનાદિ પદાર્થો પ્રસિદ્ધિ છે [एते] તે બધા જ [पुंसां] મનુષ્યોને [बहिश्चराः प्राणाः] બાહ્યપ્રાણ [सन्ति] છે.
ટીકાઃ– ‘ये एते अर्था नाम एते पुंसाम् बहिश्चराः प्राणाः सन्ति यस्मात् यः जनः यस्य अर्थान् हरति स तस्य प्राणान् हरति’– આ જે પદાર્થો છે તે મનુષ્યના બાહ્યપ્રાણ છે. તેથી જે જીવ જેનું ધન હરે છે, ચોરે છે તે તેના પ્રાણને જ હરે છે.
ભાવાર્થઃ– ધન, ધાન્ય, સંપત્તિ, બળદ, ઘોડા, દાસ, દાસી, ઘર, જમીન, પુત્ર, સ્ત્રી, વસ્ત્રાદિ જેટલા પદાર્થો જે જીવને છે તે જીવને એટલા જ બાહ્યપ્રાણ છે. તે પદાર્થોમાંથી કોઈ પદાર્થનો નાશ થતાં પોતાના પ્રાણઘાત જેટલું જ દુઃખ થાય છે. તેથી પદાર્થોને જ પ્રાણ કહેવામાં આવ્યા છે. જેમકે अन्नं वै प्राणाः इति वचनात्– (અન્ન તે જ પ્રાણ છે એ વચન પ્રમાણે.) ૧૦૩.
ग्रहणे प्रमत्तयोगो द्रव्यस्य स्वीकृतस्यान्यैः।। १०४।।