૯૬ ]
ननु चास्योत्कृष्टत्वे सिद्धे कर्णधारत्वं सिद्धयति तच्च कुतः सिद्धमित्याह —
‘सम्यक्त्वेऽसति’ अविद्यमाने । ‘न सन्ति’ । के ते ? संभूतिस्थितिवृद्धिफलोदयाः । कस्य ? विद्यावृत्तस्य । अयमर्थः — विद्याया मतिज्ञानादिरूपायाः वृत्तस्य च सामायिकादिचारित्रस्य या संभूतिः प्रादुर्भावः, स्थितिर्यथावत्पदार्थपरिच्छेदकत्वेन कर्मनिर्जरादि-
સમાધાનઃ — કારણ કે શ્રુતજ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ હોતી નથી, તેથી ચારિત્રની અપેક્ષાએ શ્રુતજ્ઞાનની પ્રધાનતા છે.
આથી સ્પષ્ટ છે કે જેમ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા છે, તેમ ચારિત્રથી શ્રુતજ્ઞાનની પ્રધાનતા છે. ૩૧.
તેનું (સમ્યગ્દર્શનનું) ઉત્કૃષ્ટપણું સિદ્ધ થતાં તેનું કર્ણધારપણું (ખેવટિયાપણું) સિદ્ધ થાય છે, તો તે (ઉત્કૃષ્ટતા) કેવી રીતે સિદ્ધ છે તે કહે છે —
અન્વયાર્થ : — [बीजाभावे ] બીજ વિના [तरोः ] વૃક્ષની [संभूतिस्थिति- वृद्धिफलोदयाः इव ] ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ જેમ [न सन्ति ] હોતાં નથી તેમ, [सम्यक्त्वे असति ] સમ્યક્ત્વ વિના [विद्यावृत्तस्य ] સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ) [न सन्ति ] હોઈ શકતી નથી.૧.
ટીકા : — ‘सम्यक्त्वे असति’ સમ્યક્ત્વ વિના ‘न सन्ति’ હોતાં નથી. શું તે? ‘संभूतिस्थितिवृद्धिफलोदयाः’ ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળની ઉત્પત્તિ. કોની? ‘विद्यावृत्तस्य’ વિદ્યા (જ્ઞાન) અને ચારિત્રની. તેનો અર્થ આ છે – મતિજ્ઞાનાદિરૂપ વિદ્યાની (જ્ઞાનની) અને ચારિત્રની અર્થાત્ સામાયિકાદિ ચારિત્રની જે ઉત્પત્તિ (પ્રાદુર્ભાવ), સ્થિતિ અર્થાત્ યથાર્થપણે પદાર્થના પરિચ્છેદકપણાથી અને કર્મનિર્જરાના હેતુપણાથી અવસ્થાન – ટકવું ૧. જુઓ દર્શનપાહુડ ગાથા ૧૦ અને ૧૧.