કહાનજૈનશાસ્ત્રમાળા ]
हेतुत्वेन चावस्थानं, वृद्धिरुत्पन्नस्य परतर उत्कर्षः फलोदयो देवादिपूजायाः स्वर्गापवर्गादेश्च फलस्योत्पत्तिः । कस्याभावे कस्येव ते न स्युरित्याह — बीजाभावे तरोरिव बीजस्य मूलकारणस्याभावे यथा तरोस्ते न सन्ति तथा सम्यक्त्वस्यापि मूलकारण- તે, વૃદ્ધિ અર્થાત્ ઉત્પન્ન થયેલાનો અધિકતર ઉત્કર્ષ, ફળની ઉત્પત્તિ અર્થાત્ દેવાદિની પૂજા દ્વારા સ્વર્ગ – મોક્ષાદિરૂપ ફળની ઉત્પત્તિ, કોના અભાવમાં, કોની જેમ તે ન હોઈ શકે? તે કહે છે.
‘बीजाभावे तरोरिव’ બીજના – મૂળકારણના અભાવમાં જેમ વૃક્ષનાં તે (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોદય) હોતાં નથી, તેમ મૂળ કારણભૂત સમ્યક્ત્વના અભાવમાં પણ સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનાં તે (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળની પ્રાપ્તિ) હોતાં નથી.
ભાવાર્થ : — જેમ મૂળકારણ બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ હોતી નથી, તેમ મોક્ષમાર્ગમાં મૂળકારણ સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ (અર્થાત્ પદાર્થનું યથાર્થ જ્ઞાન અને કર્મનિર્જરા આદિનું કારણપણું ), વૃદ્ધિ અને ફલોત્પત્તિ (અર્થાત્ દેવોની પૂજ્યતાથી સ્વર્ગ – મોક્ષાદિની પ્રાપ્તિ) હોઈ શકતાં નથી. સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્પણાને પામે છે, તેથી તે ત્રણેમાં સમ્યગ્દર્શન જ ઉત્કૃષ્ટ છે, સૌથી ઉત્તમ છે.
મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા સંબંધી શ્રી અમૃતચંદ્રાચાર્યે ‘શ્રી પુરુષાર્થસિદ્ધિ - ઉપાય’માં કહ્યું છે કે —
‘‘એ ત્રણેમાં (સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રમાં) પ્રથમ સઘળા પ્રયત્નથી સમ્યગ્દર્શનનો સારી રીતે આશ્રય કરવો જોઈએ (તેનો અંગીકાર કરવો જોઈએ), કારણ કે તે હોતાં જ જ્ઞાન સમ્યગ્જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ચારિત્ર થાય છે.’’૧
‘‘સમ્યક્ત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રતાદિકનું સાધન કરી, અંતિમ ગ્રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તોપણ અસંયમ નામ પામે. પણ સમ્યક્ત્વ સહિત જે કાંઈપણ જાણપણું હોય તે બધું સમ્યગ્જ્ઞાન १. तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन ।