૯૮ ]
भूतस्याभावे विद्यावृत्तस्यापि ते न सन्तीति ।।३२।। નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્યક્ચારિત્ર નામ પામે. જેમ અંક સહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે (સંખ્યાની ગણતરીમાં આવે), એક વિના શૂન્ય શૂન્ય જ રહે; તેમ સમ્યક્ત્વ વિના જ્ઞાન અને ચારિત્ર વ્યર્થ જ છે. માટે પહેલાં સમ્યક્ત્વ અંગીકાર કરી, પછી બીજું સાધન કરવું.’’૧
વળી શ્રી ગુણભદ્રાચાર્યે ‘આત્માનુશાસન’માં કહ્યું છે કે —
‘‘(સમ્યક્ત્વ વિના) શમ (કષાયની મંદતા), બોધ (જ્ઞાન), વૃત્ત (તેર પ્રકારનું દુર્ધર ચારિત્ર) અને તપ (ઘોર તપ) — એ પુરુષને પાષાણની જેમ ભારરૂપ છે, પરંતુ તે જ (શમાદિ) સમ્યક્ત્વ સહિત હોય તો મહામણિ (ચિન્તામણિ)ની જેમ પૂજ્યતાને પ્રાપ્ત થાય છે.’’
‘‘સમ્યક્ત્વસહિત અલ્પ શમભાવ, અલ્પ જ્ઞાન, અલ્પ ચારિત્ર અને અલ્પ તપભાવથી જીવ કલ્પવાસી ઇન્દ્રાદિકોમાં ઊપજી જન્મ – મરણ રહિત પરમાત્મપદને પામે છે (પ્રાપ્ત કરે છે). અને સમ્યક્ત્વ વિના બહુ શમભાવ, અગિયાર અંગ સુધીનું બહુ જ્ઞાન, બહુ ઉજ્જ્વળ ચારિત્ર અને ઘોર તપક્રિયા — જો કષાયની મંદતા હોય તો – ભવનવાસી, વ્યન્તર, જ્યોતિષી તથા અલ્પ ૠદ્ધિધારી કલ્પવાસી દેવમાં ઊપજી ફરીથી ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી સમ્યક્ત્વ સહિત જ શમ, જ્ઞાન, ચારિત્ર અને તપ જીવને આત્મકલ્યાણરૂપ છે.’’૨
दंसणमूलो धम्मो – સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. (દર્શનપાહુડ ગાથા – ૨) અને चारित्रं खलु धम्मो – સમ્યક્ચારિત્ર એ ખરેખર ધર્મ છે. (પ્રવચનસાર ગાથા – ૭) સમ્યગ્દર્શનરૂપી મૂળ વિના સમ્યક્ચારિત્રરૂપી વૃક્ષ ફાલીફળી શકે જ નહિ, કારણ કે मूलं नास्ति कुतः शाखा – મૂળ જ ન હોય તો થડ, શાખા વગેરે ક્યાંથી હોય? ન જ હોય.
‘‘જે દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે, દર્શનથી ભ્રષ્ટ થયેલાને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ છે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે, પરંતુ જે દર્શનથી ભ્રષ્ટ થયેલો છે ૧. શ્રી પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી અનુવાદ શ્લોક ૨૧નો ભાવાર્થ.
२. शमबोधवृत्ततपस पाषाणस्यैव गौरवं पुंसः ।